India / gujarath
ઉસે લોગ શહનશાહ કહતે હૈ...11 વનરાજની મધ્યરાત્રિએ રાજુલાની નગરચર્યા !
11:27 AM on 03rd November, 2017

સિંહના ટોળા ન હોય તે વાત હવે સ્વયં સિંહે જ ખોટી સાબિત કરી દીધી છે. જુનાગઢ અને અમરેલી જિલ્લામાં એક સાથે બે-ચાર સિંહ જોવા મળવા તે તો હવે સામાન્ય ઘટના છે...5.8.9,11 સિંહ સાથે જોવા મળવા તે પણ હવે નવાઇ નથી જ નથી. અરે, હવે તો સિંહ શહેરમાં પણ છાશવારે આવે છે...પુછો જુનાગઢ અને અમરેલીના લોકોને...શહેરના રસ્તા પર મોડી રાતે સિંહ આંટા મારતા હોય તે ઘટના પણ સામાન્ય બનવા જઇ રહી છે.

સૌરાષ્ટ્રના કદાચ પ્રથમ વન્ય તસવીરકાર સુલેમાન પટેલે કદાચ 80ના દાયકામાં 9 સિંહ એક સાથએ પાણી પીતા હોય તેવો ફોટો લીધો ત્યારે ચકચાર મચી ગઇ હતી અને છાપામાં છપાએલા ફોટામાં લોકોએ પહેલીવાર એક સાથે 9 સિંહ જોયા હતા.સુલેમાન પટેલની આ સિદ્ધિનો ઉલ્લેખ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે તેમની વનેચંદ કથામાં કરેલો છે.

 

 

અમરેલી જિલ્લાના રાજુલામાં ગત રાતે એક સાથે 11 સિંહ જોવા મળ્યા.રાજુલાની જોલાપુર નદીના પુલ પર 11 સિંહ એક સાથે ચાલ્યા જતા હતા.પાછળથી આવતી એક કારના ચાલકે મોબાઇલ ફોન કાઢી તરત આ દ્રશ્યને રેકર્ડ કરી મીડિયા સુધી પહોંચાડી દીધું.

એક સાથે 11-11 સાવજ ? ઓ હો હો...! પણ રાજુલા અને આસપાસના ગામના લોકો અને ખેડૂઓ ચિંતામાં મૂકાયા છે.જો આ સિંહ પરિવાર અહીં જ સીમમાં અઠ્ઠે દ્વારકા કરી લે તો ખેતી-વાડી તો બંધ થઇ જ જાય,ઘર બહાર નિકળતા પણ વિચાર કરવો પડે.

 
 

Read Also

 
Related News