India / gujarath
ઓહ...વરસાદ...આહ વરસાદ ! વિનાશક બની રહેલો વરસાદ...કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં 150 ગાયોના મોત !
02:59 PM on 27th July, 2017

બનાસના પાણી મોરબીના હળવદ અને માળિયાના દરિયાકાંઠાના ગામો પહોંચ્યા છે.દરિયા કિનારે ઝૂંપડા બનાવી રહેતા પાંચ ગામોના માછીમારોના બધા પરિવારોને ઉંચાણવાળા સ્થળ પર લઇ જવાયા છે.

હળવદ અને માળિયાના દરિયાકાંઠાના  મંદરકી,વેણાસર,ટીકર,જોગડ અને ખોડ ગામે દરિયા કિનારે રહેતા માછીમાર પરિવારોના અંદાજે  600 લોકોને હાંડી બેટ નામના ઉંચાણવાળા સ્થળે લઇ જવાયા છે.બનાસના ધસમસતા પાણી માછીમારોના ઝૂંપડાઓમાં ફરી વળતા તેમની ઘરવખરી અને હોડીઓ તણાઇ ગઇ છે અને માછીમારો હાથેપગે થઇ ગયા છે.તંત્રે માછીમારોના પરિવારોને સલામત સ્થળે ખસેડી તો દીધા પણ આ પરિવારોના 600 લોકો માટે ભોજન અને પાણીની કોઇ વ્યવ્સથા નથી કરી.

 

 

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉણ ગામની ગૌશાળામાં પૂરના કારણે 150 ગાયોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ છે.વણકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહિસાગર કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.વડોદરા જિલ્લાના 4 તાલુકાના 43 ગામોને એલર્ટ કરાયા છે.

ભારે વરસાદના પગલે કલોલનું પાનસર તળાવ ફાટતા કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા મોહનસિંહ રાઠવા ફસાયા છે.આ બંને નેતાઓ પૂરગ્રસ્ત બનાસકાંઠાના પ્રવાસે જઈ રહ્યા હતા પરંતુ ધોરીમાર્ગ પર પાનસર તળાવના પાણી ફરી વળતાં બંને નેતાઓ ફસાયા હતા અને નેતાઓને કલોલથી ગાંધીનગર પરત ફર્યા હતા.

 

ગાંધીનગરના કલોલમાં 8 ઇંચ અને બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.મહેસૂલ વિભાગના અગ્રસચિવ પંકજ કુમારે આ અંગે ટ્વિટ પણ કર્યું છે.

ભારે વરસાદના કારણે  તાપી નદી પરનો કાકરાપાર વિયર ડેમ પણ ઓવરફ્લો થયો હતો.

અમદાવાદમાં પણ સતત વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.અનેક વિસ્તારો બેટ બની ગયા છે.

તાપી જિલ્લામાં મોડી રાત્રિથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.તાપીમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ ઓવરફ્લો થયો છે.ઉકાઈ ડેમમાં ચાર ફૂટ જેટલા નવા નીર આવતા  સપાટી 311.82 ફૂટ પર પહોંચી છે.બીજી તરફ ઉકાઈ ડેમની નીચે આવેલો તાપી નદી પરનો કાકરાપાર વિયરડેમ પણ 7 ઈંચ જેટલો ઓવરફ્લો થયો હતો.અનાધાર વરસી રહેલા વરસાદને પગલે નાના મોટા નદી-નાળા છલકાવાની સાથે કેટલીક જગ્યાઓ પર વૃક્ષો રોડ પર ધરાશાયી થયા હતા.વ્યારા માંડવી  સ્ટેટ હાઇવે પર ઉંચામાળા ગામ પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા થોડાં સમય માટે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા...


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News