India / gujarath
હે ઇન્દ્રદેવ,અમે તો સમૃદ્ધિ માટે મેઘ માંગ્યો હતો,મોત માટે તો નહીં....! કાંકરેજ તાલુકામાં એક જ પરિવારના 18 સદસ્યો તણાયા...મોતઃ હજુ અનેક લોકો ગુમ...તેઓ તો....!
03:43 PM on 26th July, 2017

ગુજરાતમાં ચોમાસુ બેઠું અને હવામાન વિભાગે કરેલી આગાહી સાચી સાબિત કરતા સારું વરસવું પણ શરૂ કર્યું...ધરતીને ધરવી,ખેડૂતો ખુશ થયા..નદી-નાળા-ડેમ-જળાશયો ભરાવા લાગ્યા...આ વરસ સોળ આની પાકશે તેની ખુશી હતી પણ વરસાદ તો ધીમે ધીમે માજા મૂકવા લાગ્યો અને સતત-અવિરત વરસવા લાગ્યો...સૂપડાધાર, સાંબેલાધાર, અનરાધાર બન્યો...જે માણસો સારા વરસાદથી ખુશ હતા તેમને હવે ભય લાગવો શરૂ થયો...

ગુજરાતના અનેક જિલ્લામાં ભારે અને અતિભારે વરસાદ થયો...ગામડા અને શહેરો પાણીમાં ડૂબવા લાગ્યા...ગામાડઓમાં પૂર આવ્યા...નદીઓએ પણ કિનારા ફગાવ્યા અને જ્યાં જેટલી જગ્યા-જમીન મળી ત્યાં નદીના પાણી રેલાયા...ખેતરો પાણીમાં ડૂબ્યા...ઘરમાં પાણી ઘૂસ્યા અને 12 મહિનાના અનાજ સાથએ ઘરવખરી પણ તાણી ગયા...માણસે ઘરના છાપરા અને ઝાડવા પર આશરો લીધો...માણસ ખરેખર હાથેપગે થઇ ગયો...ખાવા કોળિયો ધાન નહીં અને પીવા ઘૂંટડો પાણી નહીં...બાળકો અને ઘરના વૃદ્ધો ભૂખ્યા અને તરસ્યા...માણસ જ હાથેપગે હોય ત્યાં પશુની કોણ સંભાળ લે...

આટલું તો ઠીક હતું...વરસાદ આકાશમાંથી તો તૂટ્યો...બારેમેઘ ખાંગા થયા હોય તેવો વરસાદ વરસ્યો તેનો પણ વાંધો ન હતો...પણ વરસાદના પાણીએ તો જમીન પર દરિયો સર્જી દીધો...આટલા પાણીને વહી જવા,જમીનમાં ઉતરવાનો મારગ ક્યાં મળે...અનેક ગામડા,હજારો લોકો પાણીમાં ફસાયા...ચારે તરફ ધસમસતા પાણી...ઉપર આભ અને નીચે પાણી...જાણે પ્રલયની ઘડી...

 

 

પાણીના ભારે વહેણમાં અનેક લોકો અને પશુઓ ખેંચાયા-તણાયા-ડૂબ્યા...કોઇ બચી ગયા અને કોઇ....ડૂબી ગયા...પરિવાર સહિત ડૂબી ગયા...આખેઆખો પરિવાર ડૂબી ગયો...

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા ગામે આવેલા પૂરમાં એક જ પરિવારના 18 સદસ્ય તણાયા,ડૂબ્યા અને જીવ ખોયા...રૂણી અને કારીયા ગામે બનાસ નદીના પટમાંથી 18 મૃતદેહ મળ્યા...

અહેવાલ કહે છે કે,બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો ગુમ છે....ગુમ લોકો ક્યાંય આશરો પામીને જીવતા હશે કે,પાણીના કફન નીચે ઢંકાએલા હશે તે તો પાણી ઉતર્યા પછી જ ખબર પડશે...

મેઘ...મેઘ....મેઘ...તું આશીર્વાદને બદલે શ્રાપ બન્યો....સમૃદ્ધિ આપવાને બદલે જીવ લઇ ગયો....!


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News