India / gujarath
2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટનો આરોપી તૌફીક પઠાણ ગયામાં પકડાયો
01:00 PM on 14th September, 2017

અમદાવાદમાં વર્ષ 2008માં શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટ થયા તેનો આરોપી તૌફીક પઠાણ બિહારના ગયામાં પકડાયો છે.તૌફીક પઠાણ ગયામાં ગણિતનો શિક્ષક બનીને રહેતો હતો.પોતાની ઓળખ બદલી તે ગયાના મુસ્લિમ વિસ્તારમાં રહેતો હતો.

જે જાણકારી મળે તે મુજબ તૌફીક ગયાના મુસ્લિમ બહુમતી વાળા શાહદેવ ખાપ વિસ્તારમાં ઘણા વર્ષોથી રહેતો હતો અને ત્યાં તેની ઓળખ ગણિતના શિક્ષક તરીકેની હતી અને બાળકોના ટયુશન કરતો હતો.છેલ્લા ત્રણ દિવસથી તે એક સાઇબર કાફેમાં નેટ સર્ફિંગ કરતો હતો.તેની પાસેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી છે જેમાં ગયાના મંદિરોના ફોટા પણ છે.

 

 

ઉલ્લેખનિય છે કે,2013માં ગયાના બૌદ્ધ મંદિરમાં આતંકવાદી ઘટના બની હતી.તૌફીકનું ગયામાં હોવું 2013ની ઘટના સાથે સંબંધિત હોવાનું પણ કહે છે.તૌફીક છેલ્લા થોડા દિવસોથી સાઇબર કાફેમાંથી મેલ કરતો હતો તેના પર કાફેના માલિકની નજર હતી તેથી તેને શંકા જતાં તૌફીક પાસે તેનું આઇડી કાર્ડ માગ્યું તો તૌફીકે કાર્ડ આપવાની ના કહી હતી.

કાફેના માલિકે પોલીસને આ બાબતની જાણ કરી હતી.પોલીસે તૌફીકની ધરપકડ કરી પૂછપરછ કરતા તે અમદાવાદના 2008ના શ્રેણીબદ્ધ વિસ્ફોટ સાથે સંકળાએલો હોવાની માહિતી મળી હતી.તૌફીક સાથે એક સ્થાનિક યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે તે યુવક સીમીનો સદસ્ય છે.


 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News