India / Politics
ફિલ્મ રિવ્યૂઃ હિંમતવાલા
10:10 AM on 23rd April, 2013

આ ફિલ્મ 80ના દાયકાની વાત કરતી નથી.80ના દાયકાની ફિલ્મ્સમાં આ ફિલ્મ જરા વિચિત્ર રીતે રજૂ કરવામાં આવી છે. આ પ્રકારની આ પહેલી ફિલ્મ છે. મોટાભાગની રિમેક જેવી કે ફરહાન અખ્તરની 'ડોન', કરન મલ્હોત્રાની 'અગ્નિપથ' અને રામ ગોપાલ વર્માની ફિલ્મ 'રામ ગોપાલ વર્મા કી આગ'માં પ્રાથમિક સ્ટોરીલાઈન અને મુખ્ય પાત્રોને એક જેવા જ રાખવામાં આવે છે પરંતુ તેમાં પોતાની રીતના ફેરફારો કરે છે. તેથી જ આ ફિલ્મને રિમેક કહેવામાં આવે છે.

ફરાહ ખાનની 'ઓમ શાંતિ ઓમ' અને મિલન લુથરિયાની 'ધ ડર્ટી પિક્ચર'માં કેટલાંક સીન્સ સિનેમાના ચોક્કસ દાયકાને સમર્પિત કરવામાં આવ્યાં છે. મોટી વયના લોકો પોતાના દાયકાની આ ફિલ્મને જોઈને ખુશ થઈ જાય છે. સાજીદ ખાનની 'હિંમતવાલા' એ જીતેન્દ્રની 83ની 'હિંમતવાલા' જેવી જ છે.

આ વખતે રવિનું પાત્ર અજય દેવગણે ભજવ્યું છે. તો અભિનેત્રીને શ્રીદેવીના હંટરવાલીના રોલમાં વિકલ્પ તરીકે લેવામાં આવી છે. સ્ટેશન પર તેને ડ્રાઈવર લેવા આવતો નથી, એટલે તે ડ્રાઈવર પર ઘણી જ ગુસ્સે થાય છે. ''ગરીબો પ્રત્યે નફરત છે'' તેમ વારંવાર બોલે છે. બે 'સીટી ગર્લ્સ'એ વિચિત્ર સ્કર્ટ અને ટોપી પહેરેલાં હોય છે. જોકે, તેણે પોતાનો પરિચય આપ્યો તેવી તે વાસ્તવમાં હોતી નથી. ખરી રીતે તો, તે ગરીબોને પ્રેમ કરવા લાગે છે અને પોતાના વિલન પિતાની સંપત્તિનો નાશ કરવાનું વિચારે છે.

80ના દાયકાની મોટા ભાગની ફિલ્મ્સ બોલિવૂડ અથવા બી ગ્રેડ હોલિવૂડના નામે કમાણી કરી હતી અને આ ઘણું જ સરળ હતું. ફિલ્મમાં આપણે જાણીએ છીએ તેમ ભેલપુરી ટાઈપની બનતી હોય છે. તેમાં થોડું ઈમોશ, થોડો રોમાન્સ, એક્શન પણ અને બધું જ હોય છે અને નથી હોતી તો માત્ર સ્ટોરી. ફિલ્મના નિર્માતાઓ અને હિરોને પણ ખબર છે કે દર્શકોને આ વાતનો કોઈ અફસોસ રહેશે નહીં. ખરી રીતે તો, તેમને એની પણ ચિંતા હોતી નથી કે ફિલ્મના કેટલા વર્ઝન અત્યાર સુધીમાં રીલિઝ થઈ ગયા છે.

આ ફિલ્મના નિર્માતાઓ દક્ષિણના છે અને હિંદી તેમનો મજબૂત પ્લસ પોઈન્ટ નથી. આ ફિલ્મના ગીતોના શબ્દો સામાન્ય દક્ષિણ ભારતીયો સમજી શકે તે રીતના રાખવામાં આવ્યા છે, જેમ કે તાથ્યા તાથ્યા હો અને તાકી તાકી રે...આ બંને ગીતો ઓરીનજલ ફિલ્મમાંથી લેવામાં આવ્યા છે. આ ફિલ્મમાં કેમેરો અભિનેત્રીના નિતંબ પર ટકેલો હોય છે પરંતુ આ નવી ફિલ્મમાં એવું બિલકુલ નથી. આ ફિલ્મમાં સામાજીક સંદેશ આપવામાં પણ આપ્યો છે. 1983ની હિંમતવાલામાં હિરો ગુજરાતમાં આવેલા પૂરમાં ફસાયેલા ગામના લોકોને મદદ કરે છે. હિરો પોતાની સ્કૂલના જૂના મિત્રો, વાઘ સાથે લડાઈ લડતો બતાવવામાં આવ્યો છે અને વિન સાથે પણ લડે છે. આને કારણે તેનામાં એનર્જી થોડી ઓછી દેખાય છે.

 
 

Read Also

 
Related News