India / Politics
દેશના સીમા રક્ષકો અર્ધ લશ્કરી બળોના હાથમાં ધણધણશે 'ઘાતક' સ્વદેશી AK-47
01:48 PM on 12th September, 2017

ભારતે ઘર આંગણે દેશી AK-47 રાઇફલ બનાવી છે જેનું નામ છે  'ઘાતક'. આ  'ઘાતક' AK-47 રાઇફલ સીમાની રક્ષા કરતાં અર્ધ લશ્કરી બળોને આપવામાં આવી રહી છે.હાલમાં અર્ધ લશ્કરી સીમા સુરક્ષા બળો જે રાઇફલ વાપરે છે તેનાથી આ સ્વદેશી રાઇફલ વધુ ઘાતક છે.

પશ્ચિમ બંગાળના ઇશાપુરમાં આવેલી રાઇફલ ફેક્ટરીએ AK-47 રાઇફલનું આ સ્વદેશી સંસ્કરણ 'ઘાતક' તેયાર કર્યું છે.ચીન સાથેની ભારતની સીમાની રક્ષા કરતી આઇટીબીપી અને પાકિસ્તાન સાથેની દેશની સીમાની રક્ષા કરતા સીમા સુરક્ષા બળના જવાનો 'ઘાતક' ને કારણે વધુ સારી રીતે દુશ્મનોને જવાબ આપી શકશે.'ઘાતક' આવી જવાથી હવે સ્વચાલિત રાઇફલની માગણી પુરી થશે.

 

'ઘાતક'  7.62×39 mm રાઇફલ છે.મેગઝીન વિના તેનું વજન 3,08 કિલોગ્રામ છે.લંબાઇ 890 mm છે.એક સાથે 30 રાઉન્ડ ફાયર કરી શકતી 'ઘાતક' પ્રતિ મિનિટ 1000 રાઉન્ડ ફાયર કરી શકે છે અને 500 મીટર એટલે કે,અડધો કિલોમીટરના અંતર સુધી પાકું નિશાન સાધી શકે છે.

'ઘાતક'ની મેગઝીન પ્લાસ્ટિક અને મેટલની બનેલી છે.રાઇફલમાં લેઝર લાઇટ લગાવવાની પણ વ્યવસ્થા છે.ફાયર કરતી વખતે અવાજ ન આવે તે માટે તેમાં સાયલન્સર લગાવવાની વ્યવસ્થા પણ તેમાં છે.  

'ઘાતક'ની થોડી ખામીઓ પણ છે પરતું સમય સાથે આ ખામીઓ દૂર કરી શકાશે અને ભારતે શસ્ત્ર નિર્માણમાં પગભર થવા સાથે આયાત કરવામાંથી પણ મુક્તિ મેળવી શકશે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News