India / Entertainment
આદિત્ય પંચોલી કંગના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરશે !
03:34 PM on 05th September, 2017

હિંદી ફિલ્મોની અભિનેત્રી કંગના રણોત ફરી વિવાદમાં અને મીડિયામાં ચમકી રહી છે.એક ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં કંગનાએ ઋત્વિક રોશન અને આદિત્ય પંચોલી વિશે જે કંઇ કહ્યું તેના કારણે વિવાદ ઉભો થયો છે.આદિત્ય પંચોલીએ કહ્યું છે કે,તે કંગના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.ઋત્વિકે હજુ સુધી કોઇ જવાબ નથી આપ્યો.

ઉલ્લેખનિય છે કે,ટેલિવિઝન સમાચાર ચેનલ ઇન્ડિયા ટીવીના પ્રસિદ્ધ કાર્યક્રમ આપકી અદાલતમાં કંગનાએ તેના ઋત્વિક રોશન વચ્ચેના સંબંધોનો ખુલ્લો સ્વાકાર કર્યો હતો અને તેના બન્ને વચ્ચે જે કંઇ બન્યું તેની પણ વાત કરી હતી.કંગનાએ વરિષ્ઠ ્ભિનેતા આદિત્ય પંચોલી અને તેની વચ્ચેના સંબંધો અંગે પણ વાત કરી હતી.

 

એક વેબસાઇટને આપેલી મુલાકાતમાં આદિત્ય પંચોલીએ કહયું કે,તે છોકરી પાગલ છે.શું કરીએ,તમે તેનો ઇન્ટરવ્યું જોયો ? ઇન્ટરવ્યુ જોઇને તમને નથી લાગતું કે,કોઇ પાગલ વાત કરે છે.આવી રીતે કોણ વાત કરે છે ? અમે આટલા વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છીએ.કોઇએ પણ કોઇ વિશે આ રીતે વાત નથી કરી.હું શું કહું ?તે પાગલ છોકરી છે.તમે જો કીચડમાં પથ્થર ફેંકશો તો તમારા કપડાં જ ખરાબ થશે.

આદિત્ય પંચોલીએ કહ્યું કે,કંગનાની વાતોથી તેને દુઃખ થયું છે.હું તેના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરીશ.તે ખોટું બોલી રહી છે.તેથી હું કાનૂનની મદદ લઇશ.મને બીજાનો તો ખ્યાલ નથી પણ જ્યાં સુધી મારો સવાલ છે તેણે મારા વિશે જે કંઇ પણ કહ્યું તે બધું ખોટું છે.તેણે તે સાબિત કરવું પડશે જે તેણે મારા વિશે કહ્યું છે.હું અને મારી પત્ની બન્ને કાનૂની કાર્યવાહી કરશું.


 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News