India / Entertainment
'દાદી'ના કંટાળાજનક પાત્રને રોચક અને અલગ બનાવવાનું વચન કપિલ શર્માએ ન પાળ્યું અને અલી અસગરે શૉ છોડી દીધો
01:45 PM on 31st July, 2017

કપિલ શર્માના શૉમાં  એક સમયે 'દાદી'નું પાત્ર ભજવતા અભિનેતા અલી અસગરનું કહેવું છે કે,તેણે તેના કારણોથી કપિલનો શૉ છોડ્યો હતો.તેનું  પાત્ર કંટાળાજનક બની રહ્યું હતું અને પાત્રને રોચક બનાવવાનું વચન કપિલે પરું ન કરતાં તેણે શૉ છોડી દીધો હતો.

અંગ્રેજી સમાચાર પત્ર 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' ને આપેલી મુલાકાતમાં અલી અસગરે કહ્યું કે, કપિલના શૉમાં તે બહુ નારાજ હતો તેના પાત્રથી.કપિલે તેને જ પાત્ર આપ્યું હતું 'દાદી'નું તેમાં કોઇ ઉંડાણ ન હતું અને તે પાત્રને સારી રીતે રચવામાં પણ આવ્યું ન હતું.તેને લાગી રહ્યું હતું કે,તેને 'દાદી'ના પાત્રમાં જોઇને લોકો કંટાળી રહ્યા છે અને તેણએ હવે કંઇક બીજું કરવાની જરૂર છે.અલીએ કહ્યું કે,કપિલે તેને કહ્યું હતું કે,'દાદી'ના પાત્રને તે વધુ રોચક અને અલગ બનાવશે પણ તેવું બન્યું નહીં.

 

અલી અસગરે કહ્યું કે,છેલ્લી બે મિનિટમાં તેને બોલાવવામાં આવતો હતો અને આશા રાખવામાં આવતી હતી કે,તે કંઇક કમાલ કરીને બતાવે.કપલિ અને સુનિલ વચ્ચેના ઝઘડા પહેલાં જ તેણે શૉ છોડવાનો નિર્ણય કરી લીધો હતો.

કપિલ સાથે ફરી કામ કરવા વિશે તેણે કહ્યું કે,કપિલ સાથે ફરી કામ ન કરવાના તેણે સોગંદ નથી લીધા પણ તે એ જાહજ સાથે જોડાયો હતો જેની કેપ્ટનશિપ કપલિના હાથમાં હતી.

અલી અસગરની આ વાતનો શું અર્થ કરી શકાય  ? કે હવે શૉની કેપ્ટનશિપ કપિલના હાથમાં નથી  ? કે હવે કપિલ એ કપિલ નથી જે પહેલા હતો...

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News