India / Politics
પ્રમોશનમાં કથિત 'ભેદભાવ અને અન્યાય'નો અનુભવ કરતાં 100થી વધુ સૈન્ય અધિકારીઓ સર્વોચ્ચ ન્યાયલયના દ્વારે
01:00 PM on 11th September, 2017

ભારતીય સેનાના અધિકારીઓ પ્રમોશનમાં તેમની સાથે 'ભેદભાવ અને અન્યાય' થતો હોવાનું અનુભવે છે અને તેથી આ મામલે 100થી વધુ અધિકારીઓ સર્વોચ્ચ ન્યાયાલયમાં ગયા છે.આ 100થી વધુ અધિકારીઓમાં લેફટનન્ટ કર્નલ અને મેજર કક્ષાના છે.

આ અધિકારીઓએ સર્વોચ્ચ ન્યાયાલયમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે,સેના અને કેન્દ્ર સરકારના કૃત્યથી તેમને અન્યાય થયો છે.આ કારણે તેમના મનોબળ પર અસર પડી છે અને તેથી દેશની સુરક્ષા પ્રભાવિત થઇ રહી છે.અરજી કરનાર અધિકારીઓનું કહેવું છે કે,જ્યાં સુધી પ્રમોશનમાં સમાનતા લાવવામાં ન આવે ત્યાં સુધી સર્વિસ કોરના અધિકારીઓને કૉમ્બેટ આર્મ્સ સાથે નિયુક્ત કરવામાં ન આવે.

 

 

લેફટનન્ટ કર્નલ પી.કે.ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવેલી સંયુક્ત અરજીમાં અધિકારીઓએ કહ્યું છે કે,સર્વિસીઝ કોરના અધિકારીઓને ઓપરેશનલ ક્ષેત્રમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.કૉમ્બેટ આર્મ્સ કોરના અધિકારીઓને પણ આવા જ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.અરજીમાં પૂછવામાં આવ્યું છે કે,કૉમેબ્ટ આર્મ્સ અધિકારીઓને જે રીતે પ્રમોશન આપવામાં આવ્યું છે તો તેમને શા માટે પ્રમોશનથી વંચિત રાખવામાં આવ્યા છે. 

અરજીમાં કહેવાયું છએ કે,સેના અને સરકાર બેવડા ધોરણો આપનાવી રહ્યા છે.ઓપરેશન એરિયામાં નિયુક્તિ સમયે તો સર્વિસીઝ કોરના અધિકારીઓનો ઓપરેશનલના ધોરણે ઉપયોગ કરવામાં આવે છે પણ જ્યારે વાત પ્રમોશનની આવે ત્યારે તેમને નૉન ઓપરેશનલ માની લેવામાં આવે છે.આ બાબત અરજીકર્તા અધિકારીઓ અને મધ્યમ કક્ષાના સૈન્ય અધિકારીઓના મૌલિક અધિકારોનું ઉલ્લેઘન છે.

અરજીમાં માગણી કરવામાં આવી છે કે,ન્યાયાલય સેના અને ભારત સરકારને આદેશ આપે કે,કૉમ્બેટ સર્વિસીઝ બારતીય સેનાના અભિન્ન અને સક્રિય અંગ છે અને તેમને નિયમિત સેના જેવી જ સુવિધાઓ મળવી જોઇએ અને તો પછી સરકાર અને સેના મુશ્કેલ સ્થિતિને છોડીને સક્રિય વિસ્તારોમાં સર્વિસીઝ કોર્પ્સની નિયુક્તિ ન કરે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News