India / gujarath
ખેલમહાકુંભમાં થતી કરોડોની ખાયકીમાંથી અમુક લાખ જલ્પા જેવા ખેલાડીઓ માટે વપરાય તો ગુજરાતને ગૌરવ જ મળવાનું છે
08:41 PM on 20th October, 2016

ભાવનગરની જાહ્નવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગમાં ગુજરાત અને ભારતની વાહવાહી કરાવે છે કારણ કે,તેને આર્થિક સમસ્યા નથી.આણંદની જલ્પા પણ યોગની સિદ્ધહસ્ત ખેલાડી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતને નામના પણ અપાવી છે પણ નાણાના અભાવે તે આગળ નથી વધી શકતી.

રિયો ઓલિમ્પિકમાં હાલમાં મેડલ જીતીને આવેલી દીપા,સાક્ષીને કરોડો રૂપિયાના ઇનામ મળ્યા પણ એથેન્સ ઓલિમ્પિકમાં 400 મીટર દોડમાં કાંસ્ય પદક જીતીને આવેલી ખેલાડી પાણીપુરી વેંચે છે.આ જ છે ભારતની વિચિત્રતા.ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પેદા કરવા તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ ખેલ મહાકુંભ શરૂ કર્યો તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તે ન પાક્યા પણ સરકારી બાબુઓ અને નેતાઓને કરોડો રૂપિયાની ખાયકી કરવાનો ઉત્સવ જરૂર મળી ગયો.

 

 

ખેલમહાકુંભમાં તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તો પેદા થતા થશે,હાલમાં જે ખેલાડીઓ છે અને જેમણે પોતાની મહેનત અને પોતાના ખર્ચે અને જોખમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય,મેડલ મેળવ્યા છે તેમને ગુજરાત સરકાર જાળવી જાણે અને આવા ખેલાડીઓને વધુ આગળ વધવા સુવિધા-વ્યવસ્થા કરી આપે તો પણ ઘણું છે.

આણંદની જલ્પા કાછીયા ગરીબ પરિવારની દીકરી છે.તેને બાળપણથી જ ગોયમાં રસ હતો અને તે જાતે તૈયાર થઇ અને કૌશલ્ય પણ મેળવ્યું. જલ્પાએ 22 મેડલ અને 23 ટ્રોફી મેળવ્યા છે.જલ્પાના પિતા નથી.એક શાળામાં નોકરી કરી જલ્પા તેના પરિવારને આર્થિક મદદ કરી રહી છે.

 

 

ત્રણ વર્ષે પહેલા ચીનમાં યોજાએલી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં જલ્પાએ પોતાના ખર્ચે ભાગ લીધો હતો અને ચેમ્પિયન બની હતી.આગામી 25-26 નવેમ્બર દરમિયાન થાઇલેન્ડમાં યોગ સ્પોર્ટસ ચેમ્પયનશીપ યોજાવાની છે તેમાં ભાગ લેવા જલ્પાને જવું છે પણ રૂપિયા નથી.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની ફી ભરવાના રૂપિયા પણ તેની પાસે નથી.

આ વિશે નથી ગુજરાત સરકારને ખબર,નથી મુખ્યમંત્રી રૂપાણીને ખબર કે નથી ખેલમહાકુંભના આયોજકોને ખબર,કારણ કે,જલ્પાને મદદ કરી લેવાનું શું ?

 
 

Read Also

 
Related News