India / gujarath
ભારતના કાપડ ઉદ્યોગ શ્રમિકોના તારણહાર, મજૂર મહાજન સંઘના સ્થાપક અનસૂયા સારાભાઇની આજે 132મી જન્મ જયંતિ
03:22 PM on 11th November, 2017

ભારતના કાપડ ઉદ્યોગના શ્રમિકો આજે સંગઠિત છે તો અનસૂયા સારાભાઇને કારણે.ગુજરાતના પ્રસિદ્ધ સારાભાઇ પરિવારના સદસ્ય અનસૂયા બહેને 1920માં અમદાવાદમાં કાપડ ઉદ્યોગના મજૂરોના સંગઠન મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે અને દેશમાં કાપડ ઉદ્યોગ શ્રમિકોનું સૈ પહેલું સંગઠન છે.

અમદાવાદના સમૃદ્ધ-સંપન્ન સારાભાઇ પરિવારમાં 11 નવેમ્બર,1885ના દિવસે અનસૂયા બહેનનો જન્મ થયો.તેઓ 9 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાનું અવસાન થયું તેથી અનસૂયા બહેન અને તેમનો ભાઇ તથા એક બહેન કાકા સાથે રહેવા લાગ્યા.ડોકટર બનવા 1912માં અનસૂયા બહેને તે સમયે લંડન ગયા પણ ડોકટરીમાં દેડકા જેવા નાના જીવોની હત્યા કરવી પડતી હોય તેમણે મેડકલ લાઇન છોડી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો.13 વર્ષની વયે જ તેમના લગ્ન કરી દેવાયા હતા પરંતુ તેમનું લગ્ન જીવન દુખી રહ્યું હતું.

 

 

લંડનથી ભણીને ભારત આવ્યા પછી તેમણે ગરીબોના કલ્યાણ માટે કામ શરૂ કર્યું.એક દિવસ, તેમણે એક મહિલા મજૂરને જોઇ જે કાપડ મીલમાં 36 કલાકની શિફ્ટ કરી ઘરે જઇ રહી હતી.આ મહિલાની દયનીય સ્થિતિ જોઇ તેમણે આંદોલન કરવાનો નિર્ણય કર્યો.

અમદાવાદ તે સમયે કાપડ મીલોથી 24 કલાક ધમધમતું હતું.અનેક કાપડ મીલો અમદાવાદમાં હતી.1914માં કાપડ મીલોના મજૂરોએ શરૂ કરેલા આંદોલનમાં તેઓ જોડાયા અને 1 મહિનો ચાલેલી હડતાળમાં પણ જોડાયા.તે સમયે ગાંધીજી પણ આ હડતાળમાં જોડાયા હતા.તેઓ સારાભાઇના માર્ગદર્શક હતા.શ્રમિકોની 50 ટકા પગાર વધારાની માગણી હતી પણ સારાભાઇએ 35 ટકા વધારો સ્વીકાર્યો અને હડતાળનો અંત આવ્યો.આ ઘટના પછી અનસૂયાબહેને 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના કરી.

અનસૂયા બહેનને મોડા બહેન તરીકે સંબોધવામાં આવતા.1972માં 87 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

અનસૂયા બહેનના સામાજિક પ્રદાન અને મજૂરોની ઉન્નતિ માટેના સેવા કાર્યને યાદ કરી ગૂગલ ઇન્ડિયાએ આજે તેમનું ડૂડલ બનાવી શ્રદ્દાંજલિ આપી છે.

 
 

Read Also

 
Related News