India / Entertainment
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટના નવા ચેરમેન અનુપમ ખેર,ગજેન્દ્ર ચૌહાણને વિદાય
12:15 PM on 12th October, 2017

પુનાની પ્રસિદ્ધ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન પદે અભિનેતા અનુપમ ખેરની નિમણૂંક કરવામાં આવી છે.સંસ્થાના વર્તમાન ચેરમેન ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે,તેમની મુદ્દત માર્ચ મહિનામાં પુરી થઇ ગઇ છે,તેમને પદ પરથી હટાવવામાં નથી આવ્યા.ઉલ્લેખનિય છે કે,ગજેન્દ્ર ચૌહાણને 2015માં સંસ્થાના ચેરમેન બનાવાયા તેનો ઉગ્ર અને હિંસક વિરોધ થયો હતો.

અનુપમ ખેર દિલ્લી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી છે અને હિંદી ફિલ્મોમાં તેમણે લગભગ બધા પ્રકારની ભૂમિકા કરી છે,કોમેડિયનથી લઇને ડોન સુધીની.તેઓ એક પ્રતિભાશાળી અભિનેતા છે નાટક અને ફિલ્મના. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટના ચેરમેન માટે તેઓ યોગ્ય વ્યક્તિ છે.તેમના ચેરમેન બનવાથી સંસ્થા અને સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે.ઉલ્લેખનિય છે કે, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ ચેરમેનનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે.

 

આ એ જ સંસ્થા છે જેણે નસીરુદ્દીન શાહ,ઓમપુરી,જયા ભાદુરી,શત્રુઘ્ન સિંહા,અસરાની,ડેની,સુભાષ ઘઇ,ડેવિડ ધવન જેવા અભિનેતાઓ,ડાયરેક્ટર્સ આપ્યા છે.

જ્યારે ગજેન્દ્ર ચૌહાણનો સંસ્થામાં વિરોધ થઇ રહ્યો હતો ત્યારે શત્રુઘ્ન સિંહાએ વચગાળાના ચેરમેન બનવાની તૈયારી બતાવી હતી પણ સરકારે ધ્યાન આપ્યું ન હતું.અનુપમ ખેર આ પદ માટેની 100 ટકા યોગ્ય વ્યક્તિ છે પણ ભાજપ તરફના તેમના વલણને કારણે એવું પણ કહેવાશે કે,ભાજપ સરકારની મહેરબાનીથી તેમને આ પદ મળ્યું છે.

 
 

Read Also

 
Related News