India / sports
શ્રીલંકા વિરૂદ્ધ 3 ટેસ્ટ શ્રેણીની બે ટેસ્ટ માટેની ટીમમાં જાડેજા અને અશ્વિનનું પુનરાગમન
01:23 PM on 23rd October, 2017

શ્રીલંકા અને ભારત વચ્ચે રમાનારી ત્રણ ટેસ્ટની શ્રેણી પૈકીના બે ટેસ્ટ માટેની ટીમ ઇન્ડિયાની ઘોષણા કરી દેવામાં આવી છે.ગત ઓગસ્ટમાં શ્રીલંકા વિરૂદ્ધની ટેસ્ટ શ્રેણી પછીથી ટેસ્ટ માટેની ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવામાં આવેલા આર. અશ્વિન અને જાડેજાને આ વખતે ફરી તક આપવામાં આવી છે.મુરલી વિજયને પણ પસંદગીકારોએ તક આપી છે.મુરલી વિજય માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમતા ઇજાગ્રસ્ત થયો હતો.

 

ભારતના પ્રવાસે આવી રહેલી શ્રીલંકા ટીમ ત્રણ ટેસ્ટ,ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચ રમશે.પહેલી ટેસ્ટ કોલકાતાના ઇડન ગાર્ડન મેદાનમાં મેચ 16 નવેમ્બરે રમાશે.

શ્રીલંકા વિરૂદ્ધ ટીમ ઇન્ડિયા આ પ્રમાણે છે.વિરાટ કેહલી (કેપ્ટન),અજિંક્ય રહાણે (ઉપ કેપ્ટન),શિખર ધવન,ચેતેશ્વર પૂજારા,રોહિત શર્મા,ઋદ્ધિમાન સાહા (વિકેટ કીપર)આર. અશ્વિન,જાડેજા,કુલદીપ યાદવ,હાર્દિક પંડ્યા,મહમદ શમી,ઉમેશ યાદવ,ભુવનેશ્વર કુમાર,ઇશાંત શર્મા,લોકેશ રાહુલ,મુરલી વિજય,

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની ટી20 શ્રેણી માટે પણ ટીમ ઇન્ડિયા જાહેર કરવામાં આવી છે.જેમાં મહમદ સિરાઝ અને શ્રેયસ અય્યરને તક આપવામાં આવી છે.

 
 

Read Also

 
Related News