ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાળી 'પદ્માવતી' બનાવીને ભરાય પડ્યા છે.1 ડિસેમ્બરે 'પદ્માવતી' રજૂ કરવાની ભણસાળીની યોજના છે પણ જે રીતે વિરોધ થઇ રહ્યો છે તે જોતાં 'પદ્માવતી'ની રજૂઆત 1 ડિસેમ્બરે તો મુશ્કેલ લાગે છે.એક રાજપૂત નેતાએ તો ઘોષણા કરી છે કે,ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
રાજસ્થાનના ઐતિહાસિક ચરિત્ર રાણી પદ્માવતી પર ભણસાળીએ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી ત્યારથી રાજ્સથાનની કરણી સેના ઉગ્ર વિરોધ કરી રહી છે.આ વિરોધમાં હવે અન્ય રાજ્યોના રાજપૂતો પણ જોડાયા છે.ભાજપના અમુક નેતાઓ પણ ફિલ્મની રજૂઆતના વિરોધમાં છે.ફિલ્મની રજૂઆતને અટકાવવાનો આદેશ કરવાની સુપ્રીમ કોર્ટે પણ ના કહી દીધી છે.1 ડિસેમ્બર નજીક આવી રહી છે.

મેરઠના એક રાજપૂત નેતાએ સંજય લીલા ભણસાળીના માથાના બદલામાં પાંચ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્ર સિંહે કહ્યું છે કે,'પદ્માવતી' ફિલ્મના વિરોધમાં દરેક જિલ્લા કલેકટર અને દરેક થિએટર માલિકને લોહીથી લખેલા પત્ર મોકલવામાં આવશે.કોઇ પણ કિંમતે ફિલ્મની રજૂઆત રોકવામાં આવશે.1 ડિસેમ્બરે દેશભરમાં રેલીઓ યોજવામાં આવશે અને ભારત બંધનું એલાન આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે,જયપુરના એક બ્રાહમણ સંગઠને સેન્સર બોર્ડને લોહીથી હસ્તાક્ષર સાથેનો પત્ર મોકલી 'પદ્માવતી' ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારેન પત્ર લથી 'પદ્માવતી'ની રજૂઆત રોકવા કહ્યું છે.ફિલ્મ રજૂ થતાં શાંતિ વ્યવસ્થા ભયમાં મૂકાવાની આશંકા તેમણે વ્યક્ત કરી છે.