India / Entertainment
કોમેડી ક્વિન ભારતીસિંહે કોમેડી સર્કસના લેખક હર્ષ લિંબાચિયા સાથે સગાઇ કરી
01:32 PM on 01st June, 2017

ટેલિવિઝન પર કોમેડીની મહારાણી કહેવાતી ભારતીસિંહે કોમેડી સર્કસ અને કોમેડી ક્લાસિસના લેખક હર્ષ લિંબાચિયા સાથે સગાઇ કરી લીધી છે અને નવેમ્બરમાં લગ્ન કરે તેવી શકયતા છે.

ભારતીસિંહે પોતે તેની સગાઇનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે.અગાઉ પણ ભારતીની સગાઇની અફવાઓ ચાલી હતી પણ હવે ભારતીએ પોતે સગાઇનો ફોટો મુકી જાહેર કર્યું છે કે,તેણે સગાઇ કરી લીધી છે.ભારતી અને હર્ષ નવેમ્બર મહિનામાં લગ્ન કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.

 

ભારતી કહે છે કે,તે એક પરંપરાગત ભારતીય પત્ની બનવા ઇચ્છે છે.તેના માતા-પિતા પણ ઇચ્છે છે કે,તે હવે લગ્ન કરી લે.મારો પતિ એવો હોવો જોઇએ જે પરિપક્વ હોય,મારી વાત સાંભળે અને ચૂપ રહે.

 
 

Read Also

 
Related News