India / Entertainment
સલમાનને બદલે 'બિગ બોસ' હવે અક્ષય કુમાર હોસ્ટ કરશે ?
06:11 PM on 30th June, 2017

કલર ચેનલના રિયાલિટી શો બિગ બોસનું જે ઉંચુ રેટિંગ છે તે સલમાનને કારણે જ છે.છેલ્લી બે સિઝનના સ્પર્ઘકો તદ્દન નબળા હતા છતાં લોકો માત્ર અને માત્ર સલમાનને કારણે જ આ શો જોતા હતા.હવે અહેવાલ છે કે,સલમાન બિગ બોસ શો હોસ્ટ કરવાનો નથી.

જે અહેવાલ આવી રહ્યા છે તે કહે છે કે,બિગ બોસની નવી સિઝનનું હોસ્ટિંગ અક્ષય કુમાર કરશે.ખબર તો એ પણ છે કે,સલમાનના હાથમાંથી માત્ર બિગલ બોસ શો જ નથી સરકી રહ્યો, દસકા દમ શો પણ અક્ષય કુમાર હોસ્ટ કરે તેવા અહેવાલ છે.

 

 

જે ખબર મળી રહી છે તે કહે છે, સલમાન લાંબા સમયથી બિગ બોસ શો છોડવા માગતો હતો અને આ વાત તે વારંવાર કહેતો પણ હતો કે,તે શો છોડવા માગે છે.વાત એવી પણ છે કે,સલમાન પાસે નવી ફિલ્મોના એટલા બધા પ્રોજેક્ટ છે કે,તે બિગ બોલ માટે સમય ખરાબ કરવા નથી માગતો.

 
 

Read Also

 
Related News