India / Entertainment
'બિગ બોસ'ના ઘરમાંથી વિકાસ ગુપ્તા ભાગ્યો,પકડીને પાછો લાવી,કાલકોઠરીમાં ધકેલી દેવાયો !
01:58 PM on 10th October, 2017

'બિગ બોસ'ના ઘરમાં રહેવું સહેલું નથી.'બિગ બોસ' સિઝન 11નો સ્પર્ધક વિકાસ ગુપ્તા શો શરૂ થયાના 10 દિવસમાં એટલો ત્રાસી ગયો છે કે,'બિગ બોસ'ના ઘરનો દરવાજો ખુલ્લો જોઇ ભાગી ગયો હતો.

મીડિયા અહેવાલ કહે છે કે,વિકાસ ગુપ્તા ભાગી ગયો હતો.બન્યું હતું એવું કે,'બિગ બોસ'ના ઘરનો મુખ્ય દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો હતો.વિકાસ ગુપ્તાએ જોયું કે,દરવાજો ખુલ્લો છે અને મોકાનો પાયદો ઉઠાવી ચોગ્ગો મારી દીધો,ભાગી ગયો.શોના સંચાલકોને ખબર પડી એટલે વિકાસની શોધ શરૂ કરી અને વિકાસને પકડી ઘરમાં લાવી કાલકોઠરીની સજા આપી.કારણ કે,વિકાસ ગુપ્તાએ ઘરનો નિયમ તોડ્યો હતો.

 

બન્યું હતું એવું કે,હિનાખાન સાથે વિકાસને મોટો ઝઘડો થયો હતો.ઘરના બધા લોકો ટેન્શનમાં હતા.વિકાસ તો અત્યંત અશાંત બની ગયો હતો.આવી સ્થિતિમાં ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો જોતા જ તે ભાગી ગયો હતો.

વિકાસ ગુપ્તાને આકાશ દદલાની સાથે ઝઘડો થયો હતો તેમાં ઘણી ગાળો પણ બોલ્યો હતો અને સલમાને શનિવારે તેને બહુ ખખડાવ્યો હતો.વિકાસ અને શિલ્પા શિંદે વચ્ચે પણ આખો દિવસ બોલાચાલી થતી રહે છે.અર્શીખાન સાથે પણ તેને નથી બનતું.

 
 

Read Also

 
Related News