India / sports
ઘટના એક...દ્રષ્ટિ અલગ...જયપુર પોલીસની પોઝિટિવ દ્રષ્ટિ બુમરાહને નેગેટિવ લાગી...જેની જેવી દ્રષ્ટિ
12:46 PM on 24th June, 2017

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ટોસ જીતી વિરાટે પાકિસ્તાનને બેટિંગ આપ્યું ત પછી પણ ભારત જીતી શકત. બુમરાહે ત્રીજી ઓવરના પહેલા બોલમાં પાકિસ્તાનના ઓપનર ફખર જમાંને ધોનીના હાથે કેચ આઉટ કરાવ્યો પણ અમ્પાયરે બુમરાહના તે બોલને નો બોલ આપ્યો અને ભારતનો વિજય પરાજય બની ગયો...આ ઘટનાનો સકારાત્મક ઉપયોગ જયપુરની પોલીસે લોકોને ટ્રાફિક નિયમોનો અમલ કરવા ઉદાહરણનારૂપમાં કર્યો તેને બુમરાહ પોતાનું અપમાન સમજ્યો અને જયપુર પોલીસની ટીકા કરી અને જયપુર પોલીસ પણ આ ટીકાથી ડરી ગઇ.

આ આખી ઘટના બહુ રસપ્રદ છે.જયપુર પોલીસ લોકોને સચોટ ઉદાહરણથી સમજાવવા માગતી હતી કે,ટ્રાફિક સિગ્નલનો ભંગ કરશો તો સજા સહન કરવી પડશે.કોઇ બદ્દિશાળીને મસ્ત આઇડિયા આવ્યો કે,તાજેતરની ચેમ્પિયન્સ ટ્રોફીની ઘટનામાં બૂમરાહના નોબ બોલને કારણે ભારતે જે ભોગવવું પડ્યું તે ઘટનાનો ઉપયોગ કરી શકાય અને જયપુર પોલીસે મોટા મોટા હોર્ડિંગ બનાવ્યા.

 

આ હોર્ડિંગમાં બે ફોટા જોઇન્ટ કરાયા હતા જેમાં ડાબીબાજુના ફોટામાં રોડ પર ઝેબ્રા ક્રોસિંગ પહેલાં બે કાર ઉભેલી છે અને જમણી બાજુનો ફોટો બૂમરાહનો છે જેમાં તેનો એક પગ બોલિંગ કરવાની લાઇનની બહાર છે.આ ફોટા નીચે લખ્યું હતું...''લાઇન ક્રોસ કરવાની ક્યારેક ક્યારેક મોટી કિંમત ચુકવવી પડે છે.ટ્રાફિક ક્રોસિંગ પર ઝેબ્રા લાઇનનું સમ્માન કરો.''

જયપુર પોલીસના આ બેનર્સથી નારાજ બૂમરાહે ટ્વિટ કર્યું હતું કે, ''જયપુર પોલીસ આ બહુ સારું છે અને દર્શાવે છે કે,દેશ માટે પોતાનું સર્લશ્રેષ્ઠ આપનારાઓનો તમે કેટલો આદર કરો છો પણ ચિંતા ન કરો હું તમારી તે ભૂલની મજાક નહીં કરું જે તમે કામના સમયે કરો છો કારણ કે,હું જાણું છું કે,દરેક માણસથી ભૂલ થઇ શકે છે.''

જયપુર પોલીસની આ જાહેરાત ખરેખર ઇનામને પાત્ર હતી પણ બૂમરાહના ટ્વિટ પછી જયપુર પોલીસ દબાણમાં આવી ગઇ અને બેનર્સ હટાવ્યા તથા બૂમરાહની માફી પણ માગી લીધી.

 
 

Read Also

 
Related News