India / Business
કૉલ ડ્રોપના કૌભાંડથી કરોડો કમાતી ટેલિકૉમ કંપનીઓ પર TRAIની તવાઇ...માપદંડો ન સંતોષે તો 5 લાખ રૂપિયા દંડ !
02:01 PM on 19th August, 2017

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ કૉલ ડ્રોપ અંગેના નિયમો વધુ કડક બનાવ્યા છે અને ટેલિકૉમ કંપનીઓને કહ્યું છે કે,ટેલિકૉમ ધોરણોને સંતોષવામાં નહીં આવે તો ઓછામાં ઓછો 5 લાખ રૂપિયા દંડ કરવામાં આવશે.

TRAIએ કહ્યું છે કે,સેવા આપનાર ઓપરેટર નવા શરૂ કરવામાં આવેલા કૉલ ડ્રોપ દરના ધોરણ સુધી પહોંચવામાં અસફળ રહેશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી હેઠળ દંડ ફટકારવામાં આવશે.દંડની રકમ એ આધારે નક્કી કરાશે કે,જે તે કંપની નિશ્ચિત ધોરણોથી કેટલી દૂર છે

નિશ્ચિત ધોરણો પુરા ન કરવામાં આવે તો પ્રત્યેક માપદંડ માટે 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે.કોઇ કંપની નિશ્ચિત ધોરણો સંતોષવામાં સતત 6 મહિના સુધી અસફળ રહેશે તો દંડની રકમ દોઢ ગણી થઇ જશે અને તે પછી પણ સુધારો નહીં દેખાય તો દંડની રકમ બેવડી કરાશે.

 

TRAIએ કહ્યું કે,સેવાની ગુણવત્તા માટેના સુધારેલા નિયમન 1 ઓકટોબરથી લાગુ થશે.આ નવા નિયમન મુજબ કોઇપણ ટેલિકૉમ સર્કલમાં 90 ટકા મોબાઇલ સાઇટ,90 ટકા સમય સુધી અને 98 ટકા કૉલ્સ સરળ રીતે ચલાવવા સક્ષમ હોવી જોઇએ.મતલબ કે કુલ કૉલ્સના બે ટકાથી વધુ કૉલ્સ ડ્રોપ ન થવા જોઇએ.કોઇપણ ખરાબ સ્થિતિમાં અથવા દિવસના વ્યસ્ત સમય દરમિયાન ટેલિકોમ સર્કલમાં 90 ટકા મોબાઇલ ટાવર પર કૉલ ડ્રોપનો દર 3 ટકાથી વધુ ન હોવો જોઇએ.

કૉલ ડ્રોપમાંથી કરોડો રૂપિયા કમાતી ટેલિકૉમ કંપનીઓને 5 લાખ રૂપિયા દંડ ભરવો તો રમત વાત છે...!

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News