India / Entertainment
ચંદન પ્રભાકર માની ગયો કે મનાવી લેવાયો...કપિલના શોમાં જોવા મળશે
02:19 PM on 23rd June, 2017

સુનિલ ગ્રોવર સાથે કપિલના અસંસ્કારી અને અમાનવીય વર્તનથી દુઃખી અલી અસગર,સુગંધા મિશ્રા અને ચંદન પ્રભાકરે કપિલનો શો છોડી દીધો હતો પણ હવે અહેવાલ છે કે,ચંદન પ્રભાકર ફરી કપિલના શોમાં જોવા મળવાનો છે.

અંગ્રેજી સમાચાર પત્ર 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' સાથે વાત કરતાં એક સૂત્રે માહિતી આપી હતી કે,કપિલને છોડીને જતા રહેલા કલાકારોમાંનો કોઇ એક ફરી કપિલના શોમાં આવવાનો છે અને આ કોઇ એટલે ચંદન પ્રભાકર.સૂત્રે કહ્યું કે,કપિલ અને ચંદન વચ્ચે જે અંતર પડી ગયું હતું તે હવે નથી રહ્યું અને ચંદન ફરી શોમાં જોવા મળવાનો છે.આ સૂત્રે એ પણ કહ્યું કે,અમને ખબર છે કે,કૃષ્ણા અભિષેક અને અલી અસગર નવો શો લઇને આવવાના છે.અમને આશા છે કે,તે બંને સારો શો લાવશે.

 

 

ચંદન પ્રભાકરે પણ 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' સાથેની વાતમાં એ બાબતની પુષ્ટિ કરી હતી કે,કપિલના શોમાં પરત ફરવા અંગે તે ઉત્સુક છે.તેણે કહ્યું કે,''મારા અને કપિલ વચ્ચે અમુક સમસ્યા હતી પણ અમે સમજુ છીએ અને અમે અમારા વચ્ચેની સમસ્યા દૂર કરી લીધી છે.'''

ઉલ્લેખનિય છે કે,અલી અસગર અને સુગંધા મિશ્રા કૃષ્ણા અભિષેકના નવા શો 'ધ ડ્રામા કંપની' સાથે જોડાયા છે.આ શોમાં સુનિલ ગ્રોવર મહેમાન કલાકાર તરીકે જોવા મળશે.

 
 

Read Also

 
Related News