India / Business
4G સ્માર્ટ ફોન...આકાશથી ધરતી પર... 1400થી1500 રૂપિયામાં ગધેડે ગવાતા સ્માર્ટ ફોન... ટેલિકોમ ક્ષેત્રે ગળાકાપ સ્પર્ધાનો ગ્રાહકોને ફાયદો
02:15 PM on 13th October, 2017

આજે પણ હજારોની એટલે કે,5000થીલઇ 50,000 સુધીની કિંમતમાં મળતા સ્માર્ટ ફોનની કોઇ આબરૂ ન રહે તેવું દેશની ટેલિકોમ કંપનીઓ કરી રહી છે.ભારતની અમુક ટેલિકોમ કંપનીઓ 1400 અને 1500 રૂપિયામાં 4G સ્માર્ટ ફોન આપી રહી છે અને બીજી કંપનીઓ આટલા જ સસ્તા ભાવે 4G સ્માર્ટ ફોન આપવા સક્રિય બની છે.

ઉલ્લેખનિય છે કે, સસ્તા સ્માર્ટ 4G જિયોફોન બજારમાં આવ્યા પછી દેશની ટેલિકોમ કંપનીઓએ પણ સસ્તા ભાવે 4G સ્માર્ટ ફોન આપવાની શરૂઆત કરી છે.એરટેલ કંપનીએ મોબાઇલ નિર્માતા કાબ્રન કંપની સાથે ભાગીદારી કરી 1399 રૂપિયામાં 4G સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે.હવે અહેવાલ છે કે,આઇડિયા અને વોડાફોન મળીને 1500 રૂપિયાથી ઓછી કિંમતમાં 4G સ્માર્ટફોન લેન્ચ કરવાની તૈયારીમાં છે.

 

ઇકોનોમિક્સ ટાઇમ્સનો અહેવાલ કહે છે કે,આઇડિયા ટેલિકોમ કંપની લાવા અને કાર્બન મોબાઇલ કંપનીઓ સાથે વાત કરી રહી છે.આઇડિયા અને વોડાફોન મળીને સસ્તો 4G મોબાઇલ તો આપશે જ સાથે સાથે સારી ઓફર્સ પણ આપશે.

જો કે,આ કંપનઓ પણ કમાવા અને ધંધો કરવા બેઠી છે એટલે સસ્તા ફોન આપશે તો સાથે સાથે શરતો પણ રાખશે જેથી તેમની કમાણી યથાવત રહે.જેમકે ડાઉન પેમેન્ટ,ચોકકસ સમય સુધી,ચોકક્સ રકમનું ફરજિયાત રિચાર્જ વિગેરે વિગેરે.એટલે સસ્તુ કે મફત કંઇ નથી મળવાનું.

 
 

Read Also

 
Related News