World / Politics
જનરલ રાવતના નિવેદનથી ચીન ગિન્નાયુ... જો ચીન અને પાકિસ્તાનુ એક સાથે હુમલો કરશે તો ભારત બન્ને મોર્ચે લડી શકશે ? ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સનો સવાલ
01:16 PM on 08th September, 2017

ડોકલામમાં માંડ માંડ સ્થિતિ શાંત પડી છે અને ચીને સેના હટાવી લીધી છે પણ ભારતીય થલ સેનાધ્યક્ષ જનરલ રાવતે હાલમાં ચીન અને પાકિસ્તાન સાથે યુદ્દની સંભાવના અંગે નિવેદન કર્યું તેનાથી ચીન જબરું ગુસ્સે ભરાયું છે.ચીન સરકારના સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે તેના સંપાદકીયમાં જનરલ રાવતના નિવેદનની ઉગ્ર ટીકા કરી છે અને જનરલ રાવતને બહુ બોલતા વ્યક્તિ કહ્યા છે. 

ગ્લોબલ ટાઇમ્સના સંપાદકીય લેખમાં કહેવાયું છે કે,એ વાત સ્વીકારી લેવી જોઇએ કે,બિપિન રાવત પાસે બહુ મોટું મોઢું છે અને તેઓ નવી દિલ્લી અને બેઇજિંગ વચ્ચે આગ ભડકાવી શકે છે. જનરલ રાવતે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રત્યે આંખો બંધ રાખી છે અને એ પણ દેખાય છે કે,ભારતીય સેનામાં કેટલો અહંકાર ભર્યો છે.જનરલ રાવતે બહુ હાઇપ્રોફાઇલ રીતે બે મોર્ચે યુદ્ધની સ્થિતિની વકીલાત કરી છે પણ ભારતીય સેના પાસે આટલો વિશ્વાસ આવ્યો ક્યાંથી ?

 

ઉલ્લેખનિય છે કે,જનરલ રાવતે દિલ્લીમાં એક સેમિનારમાં કહ્યું હતું કે,જ્યાં સુધી ઉત્તરી સીમાના આપણા વિરોધીનો સવાલ છે તો શક્તિ બતાવવાનો સમય શરૂ થઇ ગયો છે.ધીરે ધીરે જમીન પર કબજો કરવો અને આપણી સહનશક્તિની ક્ષમતાને ચકાસવી તે આપણા માટે ચિંતાનું કારણ છે.આ રીતની સ્થિતિ માટે તૈયાર રહેવું જોઇએ જે ધીરે ધીરે સંઘર્ષ બની શકે.

ચીને ગઇકાલે કહ્યું હતું કે,જનરલ રાવતનું યુદ્ધ સંબંધી આ નિવેદન ભારત સરકારનો પણ અભિપ્રાય છે અને તેઓ આ પ્રકારે નિવેદન આપવા અધિકૃત છે કે તે અચાનક અને આપમેળે નિકળેલા શબ્દો છે ? અને તે પણ એવા સમયે જ્યારે બે મહિના ચાલેલા ડોકલામ વિવાદ પછી બન્ને દેશના નેતાઓ વચ્ચે સકારાત્મક મુદ્દાઓ પર બેઠક થઇ છે. 

સંપાદકીય લેખમાં કહેવાયું છે કે,ભારતીય જનરલોએ હાલની સ્થિતિ વિશે થોડી પાયાની જાણકારી રાખવી જોઇએ. ચીન અને પાકિસ્તાન એક સાથે યુદ્ધ શરૂ કરી દે તો બન્ને મોર્ચે યુદ્ધને ભારત સહન કરી શકશે ? 

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News