CIAની પાકિસ્તાનને ચેતવણીઃ આતંકવાદીઓના અડ્ડા વિરૂદ્ધ પગલાં ન લે તો અમેરિકા ખતમ કરી દેશે
આતંકવાદની માતા અને બાપ પાકિસ્તાનને અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ડાયરેકટર માઇક પોમ્પિયોએ ચેતવણી આપતા કહ્યું છે કે,આતંકવાદીઓને સુરક્ષા આપતા સ્થળો વિરૂદ્ધ જો પાકિસ્તાન પગલાં નહીં લે તો તેને ખતમ કરી દેવા અમેરિકા તે બધા પગલાં લેશે જે શક્ય હશે.ઉલ્લેખનિય છે કે,અમેરિકાના રક્ષા મંત્રી જિમ મેટિસ આજે પાકિસ્તાનમાં છે.
આતંકવાદ મામલે વાત કરવા ઇસ્લામાબાદ આવેલા રક્ષા મંત્રી જિમ મેટિસે ઇસ્લામાબાદ જતાં પહેલા કહ્યું હતું કે,તેઓ પાકિસ્તાન સાથે કામ કરવા ઇચ્છે છે.પરસ્પર આક્રમક બન્યા વિના એક બીજાને સાંભળવા માગે છે.પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ જાણવા અચ્છે છે જેથી સમસ્યાનું સમાધાન નિકળી શકે.

ઉલ્લેખનિય છે કે,હાફિઝ સઇદને મુક્ત કરાયો તે પછી અમેરિકાએ કહ્યું હતું કે,હાફિઝ વિરૂદ્ધ તરત આરોપો નક્કી કરવામાં આવે અને અને તેની ધરપકડ કરવામાં આવે.અમેરિકાએ આ માગણી કર્યા પછી હવે મેટિસ પાકિસ્તાનની મુલાકાતે છે.
ઇજિપ્તથી પાકિસ્તાન જતા સમયે પત્રકારો સાથેની વાતમાં મેટિસે કહ્યું કે,પહેલું કામ હું કરવાનો છું તે એ કે,હું થોડું સાંભળીશ જેવું કે હું હંમેશા કરું છું.મારું કામ સહિયારો કોઇ આધાર શોધવાનો છે.તેથી ત્યાં જઇ તેમની સાથે બેસીને પહેલા તો સાંભળીશ.