India / Business
રૂપિયા વેંચી રૂપિયા કમાવઃ 500 અને 1000ની જુની નોટો,786 નંબર ધરાવતી કે આવી કોઇ વિશેષ ચલણી નોટની ઉંચી કિંમતે હરાજીનો ધંધો
03:54 PM on 07th November, 2017

વડાપ્રધાન મોદીએ ભલે 500 અને 1000ની ચલણી નોટો બંધ કરી દીધી,ભાગ્યશાળીને આ જુની અને બંધ થએલી નોટો આજે પણ તગડી કમાણી કરી આપે છે.500 અને 1000ની જુની નોટો જ કેમ,કોઇ વિશેષ નંબર ધરાવતી ચલણી નોટ તમારી પાસે હોય તો તમે પણ તે ચલણી નોટના મૂલ્ટ કરતાં વધુ પૈસાની કમાણી કરી શકો છો,તમારી આ વિશેષ ચલણી નોટને ઓનલાઇન હરાજીમાં મૂકીને. એક વેબસાઇટ વિશેષ ચલણી નોટોની ઓનલાઇન હરાજી કરી આપે છે.

 

તમારી પાસે 786 નંબર ધરાવતી,999 નંબર ધરાવતી કે,આવા જ કોઇ વિશેષ નંબર કે, ખોટી રીતે છપાએલી કે આવી જ કોઇ વિશેષ ચલણી નોટ હોય તો તમે પણ આ વેબસાઇટ પર તમારી ચલણી નોટ હરાજીમાં મૂકી વધુ પૈસાની કમાણી કરી શકો છો.

આ વેબસાઇટ પર રૂપિયા 2000ની નવી નોટ જેના નંબરમાં 786નો આંકડો છે તે હરાજી માટે મૂકવામાં આવી છે જેની બોલી 1.50 લાખ રૂપિયાથી આગળ બોલવામાં આવી રહી છે.

 
 

Read Also

 
Related News