India / Business
ડોન દાઉદની મુંબઇની ત્રણ સ્થાવર મિલકતો 11.5 કરોડ રૂપિયામાં વેચાણી,એક હોટલ,એક ગેસ્ટ હાઉસ અને એક મકાન
02:33 PM on 14th November, 2017

ડોન દાઉદની મુંબઇ સ્થિત ત્રણ સ્થાવર મિલકત મુંબઇ મહાપાલિકાએ જપ્ત કરેલી તેની આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી.જેમાં એક મકાન,એક હોટલ અને એક ગેસ્ટ હાઉસનો સમાવેશ થયો હતો.આ ત્રણેય મિલકત 11.5 કરોડ રૂપિયામાં સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે ખરીદી લીધી છે.મુંબઇમાં દાઉદની ત્રણ સ્થાવર મિલકત હતી જે મુંબઇ મહાપાલિકાએ જપ્ત કરી હતી.રોનક ગેસ્ટ હાઉસ,ડાંબરવાલા બિલ્ડિંગ અને શબનમ ગેસ્ટ હાઉસ.

 

આ ત્રણેય મિલકતોની હરાજી આજે સવારે મુંબઇ મહાપાલિકાની ચર્ચગેટ ઓફિસમાં સવારે 10 કલાકે શરૂ થઇ અને બપોરે 12 કલાકે પુરી થઇ.જેમાં રોનક અફરોઝ હોટલ 4.53 કરોડ,ડાંબરવાલા બિલ્ડિંગ 3.53 કરોડ અને શબનમ ગેસ્ટ હાઉસ 3.52 કરોડ રૂપિયામાં લ સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે ખરીદી લીધી હતી.ઉલ્લેખનિય છે કે,અગાઉ હરાજી યોજાઇ ત્યારે એસ. બાલાકૃષ્ણન નામના વ્યક્તિએ રોનક અફરોઝ હોટલ માટે 4.28 કરોડનીબોલી લગાવી હતી પણ તે રકમ ચુકવી શક્યા ન હતા.

આજે થએલી હરાજીમાં સ્વામી ચક્રપાણી પણ ભાગ લેવાના હતા પરંતુ તેમને સફળતા મલી ન હતી.આ સ્વામી ચક્રપાણીએ અગાઉ હરાજીમાં દાઉદની કાર ખરીદીને તેને સળગાવી દીધી હતી.તેણે ઘોષણા કરી હતી કે,દાઉદની સંપત્તિ ખરાદી તેના પર તેઓ શૌચાલય બનાવશે

ઉલ્લેખનિય છે કે,સ્વામી ચક્રપાણીની હત્યા કરવા દાઉદના માણસોએ પ્રયાસ કર્યો હતો.આ બંનેને દિલ્લી પોલીસે ઝડપી લીધા હતા.

 
 

Read Also

 
Related News