India / gujarath
પૂરની પીડા પછી હવે સરકારી જૂઠની ભરપૂર પીડા...પાલનપુર અને ધાનેરાના પૂરપીડિતોએ સહાય મામલે હોબાળો-વિરોધ કર્યો !
04:25 PM on 18th August, 2017

બનાસકાંઠામાં વિનાશકારી પૂર આવ્યા હતા.લોકોના ઘર-ઘરવખરી-પશુ-જમીન કાં તો પડી ગયા,વહી ગયા,ડૂબી ગયા,મરી ગયા...સેંકડો પરિવારો અને હજારો લોકો હાથે-પગે થઇ ગયા...વડાપ્રધાન દિલ્લીથી દોડતા આવ્યા,પાણીમાં માથાડૂબ બનાસકાંઠાને વિમાનની બારીમાંથી જોયું,પરત જતા જતા 500 કરોડની સહાયની ઘોષણા કરતા ગયા..મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠામાં પાંચ દિવસનો પડાવ કર્યો...હોડીમાં બેસી પીડિતોની મુલાકાતો લીધી...આર્થિક સહાયની ઘોષણા કરી...પાંચ દિવસ પુરા થયા અને ગાંધીનગર જતા રહ્યા...! સહાયની ઘોષણા તો વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન બન્નેએ કરી પણ સહાય પહોંચાડવાનું કામ તો સરકારી મશીને જ કરવાનું હતું ને...આટલી લાંબી વાતનો સારાંશ કહો કે,અંત કહો કે,વાર્તાનો બોધ કહો તો એ જ કે...પૂર પીડિતો માટની સહાય સરકારી મશીન ખાઇ ગયું....જય હો...!

 

બનાસકાંઠાના પાલનપુરમાં જે બન્યું તે જ ધાનેરામાં બન્યું...ધાનેરા કદાચ સૌથી વધુ પીડિત છે...લોકોએ તો છાપમાં વાંચ્યું કે,ટેલિવિઝનમાં જોયું અને સાંભળ્યું કે,સરકારે તેમના માટે સહાય જાહેર કરી છે પણ સહાય ક્યાં ? તો સરકારી તંત્ર કહે કે,સહાય તો આપી દીધી...ચુકવાય ગઇ....!

સહાય આપી દેવામાં આવી હોવાનું સરકારી તંત્ર તદ્દન અને હળાહળ ખોટું બોલતું હોવાની જાણ સરકારને કરવા ધાનેરા અને અન્ય ગામોના સેંકડો લોકો આજે પાલનપુર અને ધાનેરા મામલતદાર કચેરીએ ગયા અને હોબાળા સાથે વિરોધ નોંધાવ્યો અને આવેદનપત્ર આપ્યું.

 
 

Read Also

 
Related News