India / Entertainment
અપને ગરમ ધરમ...81 વર્ષની વયે હોલીવુડમાં એન્ટ્રી... !
01:53 PM on 03rd June, 2017

એ તો આપણા ધરમજીનું અંગ્રેજી કાચું અને અભિનય હોલીવુડ સ્ટાઇલનો કરતા ન ફાવે...બાકી જો ધરમજીએ 60ના દશકમાં હોલીવુડમાં એન્ટ્રી લીધી હોત...સોફિયા લોરેન અને મેરેલીન મનરોને અહીં તહીં ભટકવાની જરૂર ન પડત અને જેમ્સ બોન્ડની ફિલ્મો પણ આપણા ધરમ પાજીના નામે જ હોત...ખૈર...1960ના દશકમાં નહીં તો 2017માં...હિંદી ફિલ્મોમાં 57 વર્ષની કારકિર્દી પછી ધરમ પાજીએ હોલીવુડની ફિલ્મમાં એન્ટ્રી કરી છે...ફિલ્મનું નામ છે...'ડ્રીમ કેચર' !

 

'ડ્રીમ કેચર'  ઇન્ડો-વેસ્ટર્ન ફિલ્મ છે અને શોર્ટ ફિલ્મ છે.આ ફિલ્મમાં ધરમ પાજી મુખ્ય ભૂમિકામાં છે.હાલમાં તેઓ ગુડગાંવમાં શૂટ કરી રહ્યા છે.

ધરમ પાજીએ કહ્યું કે,''હું આજે પણ શીખી રહ્યો છું.હું આજે પણ સેટ પર એક નવોદીતની જેમ જ જઉં છું.મને ગમે તે ભૂમિકા હું કરું છું,દર્શકોને ગમશે કે કેમ તે વિચારીને ભૂમિકા નથી કરતો.''તેમણે કહ્યું કે,''મને દિલ જીતતા આવડે છે.દર્શકોએ મને બહુ પ્રેમ આપ્યો છે.ગમે તેટલી પેઢીઓ બદલાય લોકો મને તેમના દિલમાંથી નહીં કાઢી શકે.''તેમણે કહ્યું કે,''હું પડકારથી નથી ડરતો,પડકાર મારાથી ડરે છે.''

 
 

Read Also

 
Related News