India / sports
શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં શિખર ધવન અને કે એલ રાહુલે 188 રનની ઓપનિંગ ભાગીદારી કરી સિદ્ધુ અને પ્રભાકરની જોડીનો રેકર્ડ તોડ્યો !
05:22 PM on 12th August, 2017

શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી રમી રહેલી ભારતીય ટીમ ફુલ ફોર્મમાં છે.લાગે છે કે,3-0થી શ્રીલંકાને ચુનો લગાવશે (વ્હાઇટ વૉશ કરશે).પલ્લેકેલેમાં રમાય રહેલી ત્રીજી ટેસ્ટમાં શિખર ધવન અને કે એલ રાહુલની ઓપનિંગ જોડીએ 188 રન બનાવી નવજ્યોત સિદ્ધુ અને મનોજ પ્રભાકરની જોડીએ 1993માં બનાવેલા 171 રનનો રેકર્ડ તોડ્યો છે.ઉલ્લેખનિય છે કે,2008માં ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સહેવાગની જોડીએ 167 રન બનાવ્યા હતા.

 

શિખર ધવન અને રાહુલ શ્રીલંકામાં સૌથી મોટી ભાગીદારી કરવા ઉપરાંત 2017માં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી કરનાર જોડી પણ બની ગઇ.ધવન અને રાહુલે 188 રન તો બનાવ્યા પણ રાહુલ 85 રનમાં આઉટ થઇ ગયો.શિખર ધવને 119 રન બનાવવા સાથે ટેસ્ટ કારકિર્દીની 6ઠી સદી નોંધાવી અને શ્રીલંકામાં ત્રીજી સદી કરી.

 
 

Read Also

 
Related News