India / sports
વર્ષ 2019ના વિશ્વકપ પછી જ ધોનીના વિક્લપ વિશે વિચારવું જોઇએઃ વીરેન્દ્ર સહેવાગ
01:51 PM on 28th August, 2017

શ્રીલંકા વિરૂદ્ધની વન-ડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ ગઇકાલે રોહિત શર્મા અને ધોનીએ જીતાવી આપી.જો આ બન્ને ખેલાડી ન રમ્યા હોત તો ભારત જીત્યું હોત કે કેમ તે સવાલ છે.ધોનીએ છેલ્લી બે વન-ડેમાં જે પ્રદર્શન કર્યું તે બતાવે છે કે,તેનામાં હજુ દમ છે.પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે કહ્યું છે કે,ધોનીનો કોઇ વિકલ્પ નથી અને 2019ના વિશ્વકપ પછી જ ધોનીના વિકલ્પ અંગે વિચારવું જોઇએ.

 

એક મુલાકાતમાં ધોનીએ કહ્યું કે,ટીમ ઇન્ડિયાએ ધોનીનો સાચો વિક્લપ હજુ શોધવાનો બાકી છે.ઋષભ પંત સારો છે પણ તેને હજુ અનુભવની જરૂર છે.ચાહકોએ દુઆ કરવી જોઇએ કે,ધોની ફીટ રહે.તહેવાગે કહ્યું કે,ધઓની રન કરે છે કે કેમ તેની આપણે ચિંતા ન કરવી જોઇએ.આપણેમાત્ર એ જ પ્રાર્થના કરવાની છે કે,2019 વિશ્વકપ સુધી ધોની ફીટ રહે.મધ્યમક્રમ અને નીચેના ક્રમે જે અનુભવ ધોની પાસે છે તે બીજા કોઇ પાસે નથી.

 
 

Read Also

 
Related News