India / gujarath
માનવ પ્રાણીના પશુ પ્રેમની પરાકાષ્ટા, મૃત શ્વાનની સાચવણી સમાધિ
05:57 PM on 20th December, 2016

માણસને ભલે ન ગમે..તેની ગણના કુદરતમાં તો એક પ્રાણી તરીકેની જ છે...માનવ પણ પ્રાણી તો ખરો જ પણ એવો પ્રાણી જે અન્ય પ્રાણીને પાળે અને પિંજરે પણ પુરે...અને તેને પ્રેમ પણ કરે...ક્યારેક કોઇ માણસનો તેના પાલતુ પ્રાણી માટેનો પ્રેમ અસામાન્ય હોય છે જેમકે જામનગરના રાજુ મહેતા.

 

 

જામનગરના રાજુ મહેતા 11 વર્ષે પહેલાં એક માદા શ્વાન લાવ્યા અને યોગ્ય રીતે ઉછેર્યું...તેને નામ આપ્યું પમ્મી...ધીરે ધીરે પમ્મી રાજુ મહેતાની એવી પ્રિય થઇ ગઇ જાણે સગી દીકરી...સમય સમયનું કામ કરે છે...એક દિવસ પમ્મીનું મોત થયું...રાજુબેન માટે આ એવી જ અને એટલી જ મોટી આઘાતજનક ઘટના હતી જેવી ઘરના કોઇ માનવ સદસ્યનું મોત થાય અને આઘાત લાગે...

 

 

જીવ કોઇપણ હોય મરણ પછી તો તેના નિર્જીવ શરીરને વધુમાં વધુ 24 કલાક સાચવી શકાય...રાજુબહેને પમ્મીને તેમની નજરથી દૂર થવા દેવા માગતા ન હતા...પમ્મીને દફનાવી દેવાને બદલે પમ્મીના શરીરને ઇજિપ્તના મમ્મીની જેમ સાચવી કેમ ન શકાય...તેવું વિચારી રાજુબહેન મૃત પમ્મીને લઇને મુંબઇની વેટરનરી કોલેજ- હોસ્પિટલ ગયા અને ત્યાં ટેક્સીડર્મી ટ્રીટમેન્ટથી પમ્મીને એવી બનાવડાવી કે તે જીવંત લાગે.પમ્મીના મૃત શરીરને એવી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી કે,આગામી 50 વર્ષ તો એવી જ લાગશે જાણે હમણાં ઉંભી થઇને દોડશે.પમ્મીનું આખું શરીર ઓરિજનલ જ છે,માત્ર આંખ અને જીભ કૃત્રિમ લગાવવામાં આવ્યા છે.

રાજુબહેને પમ્મીને ઘરના ડ્રોઇંગરૂમમાં કાચના બોક્સમાં રાખી છે અને રોજ તેની પૂજા કરે છે.તેઓ કહે છે કે,તેમના મોત પછી પમ્મીના આ મૃત શરીરના મમ્મીને મ્યુઝિયમમાં આપી દેવામાં આવે.

માણસ કુદરતનું વિશેષ પ્રાણી હોવા સાથે વિચિત્ર પ્રાણી પણ છે.....


 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News