India / gujarath
સાવરકુંડલાની કુદરતી ફટાકડા ઇંગોરિયાની 100 ટકા ઇકો-ફ્રેન્ડલી,સ્વદેશી દિવાળી !
05:47 PM on 24th October, 2016

હાલમાં ઇકો-ફ્રેન્ડલી વાતો કરવાનો જમાનો અને ફેશન છે.દિવાળીમાં ફોડાતા ફટાકડા પર્યાવરણને નુકસાન કરે છે તેવું હવે કહેવામાં આવી રહ્યું છે.પહેલા એવું કહેવાતું કે,ચોમાસાની ભેજવાળી હવા અને જીવાતોનો ફટાકડાના ધૂમાડા નાશ કરે છે.ખૈર....ઇકો-ફ્રેન્ડલીના જમાનામાં વાત કરવાની છે ઇકો-ફ્રેન્ડલી ફટાકડાની.....હા, સાચ્ચે જ..આ ઇકો-ફ્રેન્ડલી ફટાકડાના ખોખા ઝાડ પર ઉગે છે.....આ દેશી.સ્વદેશી,પર્યાવરણ પ્રિય ફટાકડાનું દેશી નામ છે...ઇંગોરિયા.....

 

 

ઇંગોરિયા નામના દેશી ફટાકડા, અમરેલી જિલ્લાનું સાવરકુડંલા દસકાઓથી ફોડે છે.સાવરકુંડલાના લોકો દિવાળી આવતા પહેલાં જાતે ઘરે ઇંગોરિયા ફટાકડા બનાવે છે અને દિવાળીમાં વેંચે છે.છેલ્લા બે વર્ષ દરમિયાન ઇંગોરિયા ફટાકડાની સમાચાર સ્ટોરીઓ ટેલિવિઝન ચેનલોમાં બતાવાતા હવે અંગોરિયાની બજાર માંગ પણ ઉભી થઇ રહી છે.ઇંગોરિયા કુજરતી,પ્રાકૃતિક,વનસ્પતિજન્ય ફટાકડા છે.જો કે,તેને સંપૂર્ણ ફટાકડા ન કહેવાય કારણ કે,ઇંગોરિયામાં દારૂ ભરવો પડે છે.ફટાકડા બનાવવા માટેના કુદરતી ખોખા છે ઇંગોરિયા.

આ ઇંગોરિયા ફટાકડામાં ઇંગોરિયા નામનું એક જંગલી ફળ છે જે લંબગોળ હોય છે અને મોટા પરવડ જેવું દેખાય છે.તે સુકાયા પછી તેના બીજ અંદરથી કાઢી લેવાતા તે મજબૂત ખોલ કે ખોખું બની જાય છે.દોરાની ખાલી કોકોડીઓ હોય છે તેમાં દારૂ (લોખંડ અને એલ્યુમિનિયમનો પાઉડર અને સુરોખાર)ભરવામાં આવે છે અને દારૂનો પાઉડર ભરેલી કોકડીને ઇંગોરિયાની અંદર ફીટ કરી દેવામાં આવે છે.

 

 

દિવાળીના દિવસોમાં સાવરકુંડલાના લોકો આ ઇંગોરિયાથી યુદ્ધ રમે છે.ઇંગોરિયાને સળગાવી એક બીજા ઉપર ફેંકે છે.હાથમાં જ ઇંગોરિયાવને સળગાવી ફેંકવા તે પણ પ્રેકટિસ માગી લે છે અને સાવરકુંડલાના લોકો આ બાબતમાં વારસાગત હોંશિયારી ધરાવે છે.કારણ કે,આટાલ વર્ષોમાં ક્યારેય કોઇ સળગતા ઇંરિયાથી દાઝ્યાની કે ઇજા થયાની ઘટના નથી બની.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News