India / Entertainment
ભારત અને વિશ્વ સિનેમા વારસાનો વિનાશ... NFAIમાંથી ફિલ્મોની રિલ્સના 51,500 ડબ્બા અને 92000 પ્રિન્ટ ગુમ !
01:50 PM on 13th September, 2017

પુના સ્થિત નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયામાં સાચવવામાં આવેલી શ્રેષ્ઠ ભારતીય અને વૈશ્વિક ફિલ્મોની 92 હજાર પ્રિન્ટ ગુમ થઇ ગઇ છે.

ઉલ્લેખનિય છે કે,નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાએ પુનાની જ એક કંપનીને  આર્કાઇવ્સમાં રાખવામાં આવેલી બધી ફિલ્મ પ્રિન્ટસને બારકોડ આપવાનું કામ સોંપેલું.આ કંપનીને જોવા મળ્યું કે,હજારો ફિલ્મોની રિલ્સ ચોપડા પર તો છે પણ હકીકતમાં આ બધી પ્રિન્ટ્સ  આર્કાઇવ્સમાં નથી.કંપનીએ તેના અહેવાલમાં કહ્યું કે,ફિલ્મોની રિલ્સના 51,500 ડબ્બા અને 92000 પ્રિન્ટ ગાયબ છે.જ્યારે કે, આર્કાઇવ્સનું કહેવું છે કે,તેની પાસે 1.3 લાખ ફિલ્મ રિલ્સ છે.4992 ડબ્બામાં 1112 ફિલ્મના ટાઇટલ હાજર છે.જે  આર્કાઇવ્સના ચોપડામાં નોંધાએલા નથી પણ  આર્કાઇવ્સમાં છે.

 

 

સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ કહે છે કે,RTIના માધ્યમથી જાણવા મળ્યું છે કે,જે ફિલ્મ રિલ્સ ગુમ થઇ છે તેમાં સત્યજીત રેની પાથેર પાંચાલી,મહેબૂબખાનની મધર ઇન્ડિયા,રાજકપૂરની મેરા નામ જોકર અને આવારા,મૃણાલ સેનની ભુનવ સોમ,ગુરૂદત્તની કાગઝ કે ફુલ સહિત અન્ય ફિલ્મોની પ્રિન્ટોનો સમાવેશ થાય છે.

અમુક વૈશ્વિક ફિલ્મોની પ્રિન્ટ્સ પણ ગાયબ છે.આ ઉપરાંત 100થી વધુ મુંગી ફિલ્મોની પ્રિન્ટસ પણ ગુમ છે.આઝાદી પહેલાના અમુક ફુટેજ પણ ગુમ થયા છે.

 
 

Read Also

 
Related News