India / Entertainment
'ફિરંગી' રજૂ થતાં પહેલાં કપિલની કબૂલાતોઃ સુનિલ આ ટ્રેલર લોન્ચ કરે તેવી મારી ઇચ્છા હતીઃકપિલ
05:39 PM on 25th October, 2017

કપિલ શર્મા યાદ છે ? હા,બસ એ જ કપિલ શર્માની ફિલ્મ આવી રહી છે 'ફિરંગી'.ફિલ્મના ટ્રેલરના લોન્ચિંગ કાર્યક્રમમાં કપિલે સુનિલ ગ્રોવર અને ચંદન પ્રભાકર સાથેના ઝઘડાની ઘટનાની વાત કરી અને સુનિલ સાથે તે ફરી કામ કરવા ઇચ્છતો હોવાનું પણ કહ્યું.

ઓસ્ટ્રેલિયાથી ભારત પરત આવતા વિમાનમાં કપિલે સુનિલ ગ્રોવર સાથે ગાળાગાળી કરી અને સુનિલ પર ચપ્પલ પણ ફેંક્યું તેવી વાતો બહાર આવી હતી.કપિલ તે સમયે નશામાં ચૂર હતો તેવું વિમાનના પ્રવાસીઓએ કહ્યું હતું.આ ઘટના અંગે કપિલે કહ્યું કે, ''હું માનું છું કે,વિમાનમાં જે કંઇ બન્યું તે મારી ભૂલ હતી.મારે કોઇ સાથે ગાળાગાળી કરવી જોઇતી ન હતી.સુનિલ સાથે વિમાનમાં જે કંઇ બન્યું તે એટલી મોટી ઘટના ન હતી કે જેટલી રજૂ કરવામાં આવી.થોડુંઘણું બન્યું હતું.સુનિલ સાથે કોઇ ઝઘડો ન હતો.જે કંઇ પણ બન્યું,હું તેને બહુ પ્રેમ કરું છું.જો કે,તે સમયે સુનિલે પણ તદે સમયે મારા પર બરાડો પાડ્યો હતો.હું સુનિલની બહુ ઇજ્જત કરું છું અને તેની સાથે ફરી કામ કરવા તૈયાર છું.હું ઇચ્છતો હતો કે,સુનિલ મારી ફિલ્મ 'ફિરંગી'નું ટ્રેલર લોન્ચ કરે.આ માટે મેં તેને કહ્યું પણ ખરું પરંતુ તે કેનેડા ગયો છે.મને લાગે છે કે,આ પ્રસંગે તેણે જરૂર અહીં હોવું જોઇતું હતું.''

 

 

વિમાનમાં બનેલી ઘટના અંગે વધુ વાત કરતાં કપિલે કહ્યું કે,'' 'ફિરંગી' ના એક કલાકારનું મોત થતાં હું પરેશાન હતો.વિમાનમાં ચંદન અને એક મહિલા વચ્ચે ઝઘડો થતાં મારો ગુસ્સો વઘી ગયો.મેં ચંદનને ગાળ આપવાનું શરૂ કર્યું અને તેણે પણ મને સામે જવાબ આપ્યો.આ સમયે સુનિલ પણ ત્યાં જ હતો.તેને મારી ચિંતા થઇ.મને તેના માટે કોઇ ફરિયાદ નથી.''

''મીડિયામાં મારા વિશેના નકારાત્મક સમાચારોને કારણે હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.મેં મારી જાતને બહુ દુઃખી કરી.સારવાર માટે બેંગાલુરૂ ગયો.મને લાગે છે કે,સારું થતાં મને હજુ ત્રણ મહિના લાગશે.ડિપ્રેશનમાં હતો ત્યારે મેં મારી જાતને રૂમમાં બંધ કરી લીધી હતી અને દારૂ પીતો રહેતો હતો.હું સ્થિતિને સંભાળી ન શક્યો''.

 
 

Read Also

 
Related News