India / gujarath
આધ્યાત્મિકતાના વાતાવરણમાં શ્વસવાની યાત્રા, ગિરનારની લીલી પરકમ્મા શરૂ
03:48 PM on 02nd November, 2017

લીલી પરકમ્મા એટલે સતત પાંચ દિવસ ગિરનારનું સાનિધ્ય,અજાણ-ગુપ્ત સાધુ-સન્યાસી-સિદ્ધોની આસપાસ રહેવાનો-ફરવાનો અનુભવ.દર વર્ષે કારતક સુદ અગિયારસથી શરૂ થતી પાંચ દિવસની ગિરનારની લીલી પરકમ્માનો પ્રારંભ થઇ ગયો છે.

લાખો ભક્તો,શ્રદ્ધાળુઓ,જિજ્ઞાસુઓ ખભે થેલા લટકાવી,હાથમાં લાકડી લઇ,પાંચ દિવસ માટે સાધુ બની પરકમ્માની વાટે નિકળી પડ્યા છે.કારતુક સુદ અગિયારસથી પાંચમ સુધી,પાંચ દિવસ ચાલતી આ લીલી પરકમ્માનો માર્ગ છે 36 કિલોમીટરનો.જેમાં ચાર પડાવ છે.લીલી પરકમ્માના પાંચ દિવસ દરમિયાન 36 કિલો મીટરના માર્ગમાં ભજનની રમઝટ અને ભોજનનો રસ મળે છે.સવારથી સાંજ સુધી અન્નક્ષેત્રો ચાલે છે.

 

પહેલો પડાવ જીણાબાબાની મઢી,બીજો પડાવ છે માળવેલની ઘોડી,ક્રીજો પડાવ છે બોરદેવી માતાનું મંદિર અને ચોથો પડાવ છે ભવનાથ તળેટી.અહીં ભગવાન ભવનાથના દર્શન કરી પરકમ્મા સંપન્ન કરી દામોદર કુંડમાં સ્નાન કરી યાત્રીકો સત્તાધાર આપા ગીગાના મંદિરે દર્શન કરવા જાય છે.

ગિરનારની આ લીલી પરકમ્મા અનોખો અનુભવ અને આધ્યાત્મિક અનુભૂતિ હોય છે.ગિરનાર ચઢવો જ પુરતો નથી,ગિરનાર ફરવો પણ એટલો જ મહત્વનો છે.

 
 

Read Also

 
Related News