India / gujarath
ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો શુભારંભ...બોલો જય ગિરનારી
05:33 PM on 12th November, 2016

ગિરનાર....જે હિમાલય કરતાં પણ જુનો છે અને જ્યાં 9 નાથ અને 84 સિદ્ધો બિરાજે છે.ભવનાથ મહાદેવનો જ્યાં વાસ છે અને ભારતનું કદાચ સૌથી મોટું સિદ્ધ ક્ષેત્ર છે તે ગિરનાર પર્વતની લીલી પરિક્રમા એટલે સંતો,સાધુઓ,સિદ્ધો અને નવ નાથની પરિક્રમા. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનું મોટું અને મહત્વનું ધાર્મિક અને આધ્યાત્મિક મહાત્મય છે.

 

દેવઉઠી અગિયારસથી પૂનમ સુધીની આ લીલી પરિક્રમા ભવ્ય ધાર્મિક પર્વ છે.ચોમાસું પુરું થયા પછી તરત આ પરિક્રમા યોજાતી હોવાથી તેને કદાચ લીલી પરિક્રમા કહે છે કારણ કે,ગિરનાર અને ગિરનારનું જંગલ આ સમયે લીલુંછમ હોય છે.કુદરતની સુંદરતા અને શાંતિ ચારે તરફ પથરાએલા હોય છે.

4થી5 દિવસની અને 36 કિલોમીટર લાંબી આ લીલી પરિક્રમાના માર્ગોમાં સેવાભાવી લોકો સતત ઉપસ્થિત રહી યાત્રીઓને ભોજન-પાણી-દવાની સેવા પુરી પાડે છે.

 

 

લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા વર્ષોમાં પ્લાસ્ટિકની થેલીઓ ગિરનારના જંગલ માટે મોટું જોખમ બની હોય લોકોને કાપડની થેલીઓ લઇ જવા લોકોને વિનંતી કરવામાં આવે છે તે સાથે એક સેવાભાવી સંસ્થા લીલી પરિક્રમા માટે આવતા લોકોને દર વર્ષે કાપડની 5 લાખ થેલીઓ નિઃશુલ્ક આપે છે અને લોકો પાસેની પ્લાસ્ટિકની થેલીઓ લઇ લે છે જેથી ગિરનારના જંગલમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન ફેલાય.

આજથી પૂનમ સુધી ગિરનાર સિદ્ધ ક્ષેત્રમાં જય ગિરનારીના ભક્તિ સૂત્રો સંભળાશે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News