India / Entertainment
'ગોલમાલ અગેઇન'ને સફળ બનાવવા નવો કીમિયો,રજૂ થતાં પહેલાં જ બોક્સ ઓફિસ પર ટંકશાળ,ગિફ્ટ વાઉચર અને કેશબેક
08:05 PM on 03rd October, 2017
રોહિત શેટ્ટી દિગ્દર્શિત ગોલમાલ શ્રેણીની ચોથી ફિલ્મ 'ગોલમાલ અગેઇન' 20 ઓકટોબરે દિવાળી પર્વે રજૂ થવાની છે પણ ફિલ્મના નિર્માતાઓએ અત્યારથી જ કમાણી શરૂ કરી દીધી છે.
એક આઇડિયા જો બદલ દે આપકી દુનિયા...'ગોલમાલ અગેઇન'નું એડવાન્સ બુકિંગ ફિલ્મ રજૂ થવાના એક મહિના પહેલાં શરૂ કરી દેવામાં આવ્યું છે.'ગોલમાલ અગેઇન'ના નિર્મતાઓએ પેટીએમ સાથે કરાર કર્યો છે.આ કરાર હેઠળ ફિલ્મની ટિકિટ એક મહિનો પહેલાં વેંચવામાં આવી રહી છે.આ એક માર્કેટિંગ રણનીતિ છે અને તેના હેઠળ એક મહિના પહેલાં બૂકિંગ કરવામાં આવી રહ્યું છે.આ રણનીતિની મહત્વની વાત છે ટિકિટ ખરીદનારને ગિફ્ટ વાઉચર્સ અને કેશબેકની ઓફર.

ગોલમાલ શ્રેણીની અગાઉની ત્રણેય ફિલ્મ સફળ રહી હતી.રોહિત શેટ્ટીની અન્ય ફિલ્મો પણ સફળ રહી છે.તેથી 'ગોલમાલ અગેઇન' પણ લોકો જરૂર જોવા જશે.કારણ એ પણ કે,ફિલ્મ દિવાળીના પર્વમાં રજૂ થવાની છે અને આ પર્વ એવું છે કે,લોકો મનમૂકીને વિવધ રીતે જલસા કરે છે તેમાં ફિલ્મનો પણ સમાવેશ થાય છે.