રોહિત શેટ્ટી દિગ્દર્શિત 'ગોલમાલ' શ્રેણીની આગામી ફિલ્મ 'ગોલમાલ અગેઇન'નું પોસ્ટર જાહેર કરાયું છે.ફિલ્મનું ટ્રેલર 22 સપ્ટેમ્બરે રજૂ થવાનું છે.
'ગોલમાલ અગેઇન'નું જે પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે તેમાં ફિલ્મના કલાકારો અજય દેવગણ,કુણાલ ખેમુ,તુષાર કપૂર,શ્રેયસ તલપડે અને અરશદ વારસી લીંબુની એક લાંબી માળા પહેરેલા જોવા મળે છે.આપણે ત્યાં લીંબુ-મરચા ઘર,દુકાન,કાર,વાહન પર બાંધવામાં આવે છે તે પ્રકારની કોઇ વાત છે. 'ગોલમાલ અગેઇન'માં પરિણીતિ ચોપ્રા અને તબ્બૂ જોવા મળશે.

'ગોલમાલ અગેઇન'નું શૂટિંગ મુંબઇ અને હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે.રોહિત શેટ્ટીનું કહેવું છે કે,આ એક સારી રમૂજી ફિલ્મ છે.જે દર્શકોને ગમશે. 'ગોલમાલ અગેઇન' દિવાળી પર રજૂ થવાની છે.