India / Business
અડધી રાતે મોંઘવારી કે સોંઘવારી ? 30 જૂનની મધરાતે દેશ પર ફરી વળશે GST....શું ઝપટમાં અને શું મુક્ત...શું સસ્તું અને શું મોંઘુ ?
02:10 PM on 29th June, 2017

ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ એટલે કે,GSTને 30 જૂનની મધ્યરાત્રિએ દેશભરમાં લાગુ કરવા કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે.GSTનો ગુજરાતમાં તો વ્યાપક વિરોધ શરૂ થયો છે.અનેક ક્ષેત્રના વેપારીઓ GSTનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને સરકારે જે ટેક્સ નક્કી કર્યો છે તે અંગે ફેરવિચારણા કરવાની માગણી કરવામાં આવી રહી છે.GST 30 જૂને મધરાતે લાગુ થયા પછી 1 જુલાઇએ તમે કોઇ ખરીદી કરવા જશો તો શું મોંઘુ મળશે અને શું સસ્તું મળશે તે જાણી લેવું જરૂરી છે.

અનાજ,દૂધ,પળ,શાકભાજી અને મીઠું,શિક્ષણ અને હેલ્થકેર પર કોઇ ટેક્સ નથી.પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થ સસ્તા થશે.ઇકોનોમી કલાસની વિમાનયાત્રા સસ્તી થશે

 

ટ્રેનના જનરલ અને સ્લીપર ક્લાસની ટિકિટ પર કોઇ GST નથી.એસી વર્ગની ટિકિટો થોડી મોંઘી થશે.4 મીટરથી વધુ લંબાઇની ડીઝલ કાર પર 31 ટકા ટેકસ લાગશે.નવી લોન્ચ થએલી કાર પર પણ ટેકસ લાગશે.વૈભવી કારો જેમકે મર્સિડીઝ બેન્ઝ સી કલાસ,ઓડી એ-4 અને બીએમડબલ્યુ 3 શ્રેણીની કાર પર અગાઉના ટેક્સ કરતાં એક ટકો ઓછો ટેક્સ લાગશે તેથી આ કારની કિંમતમાં લગભગ 40,000 સુધી ઓછી થશે.આ ઉપરંત એસયુવી પણ સસ્તી થશે તેના અગાઉનો 48 ટકા ટેક્સ હવે 43 ટકા થતાં એસયુવી કારની કિંમત લગભગ 1 લાખ રૂપિયા જેટલી ઓછી થઇ જશે.

બિલ્ડર જે મકાન બનાવે છે તે સસ્તા થશે કારણ કે,લોઢું,સ્ટીલ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે.

ટેલિફોન પર વાત કરવી મોંઘી થશે.

બે પૈંડાના વાહનો સસ્તા થશે.

તમાકુના ઉત્પાદનો પર 71થી204 ટકા ઉપકર લાગશે.

સિગરોટ,બીડી,ગુટખા મોંઘા થશે.

ઘી,ચીઝ,માખણ,તેલ મોંઘા થશે.

ઘઉં,ચોખા,અન્ય અનાજ,લોટ,મેંદો,બેસન,માવો,બ્રેડ પર કોઇ ટેક્સ નથી તે સસ્તા રહેશે.

ચ્હા અને કોફી સસ્તા થશે.

ફ્રુટ-વેજિટેબલ જ્યુસ,જ્યુસ,દૂધવાળા પીણા સસ્તા થશે.

ખાંડ અને ખાંડસરી સસ્તા થશે.

ચ્યુંઇગમ મોંઘા થશે.

કંકુ,ચાંદલો,સિંદુર.અગરબત્તી,વાળનું તેલ,સાબુ,ટુથપેસ્ટ, સસ્તા થશે.

મેકઅપનો સામાન,સનસ્ક્રીન લોશન,શેમ્પુ,હેરક્રીમ,હેર કલર,ડાઇ,શેવિંગક્રીમ,ડિઓડેરેન્ટ મોંઘા થશે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News