India / Business
નોટરદ્દીકરણ અને જીએસટીથી જબરી નારાજ ગુજરાતની જનતાઃ એક સર્વેક્ષણ
12:58 PM on 25th October, 2017

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે તે પહેલાં અમુક સર્વેક્ષણ જાહેર થયા છે.જેમાંનું એક સર્વેક્ષણ કહે છે કે,ગુજરાતની જનતા નોટરદ્દીકરણ અને જીએસટીથી બહુ નારાજ છે.

ઇન્ડિયા ટુ ડે-એક્સિસ માઇ ઇન્ડિયાએ હાથ ધરેલા ઓપિનિયન પોલના આંકડા વડાપ્રધાન મોદી માટે ચોંકાવનારા છે.મોદી પોતે તો નોટરદ્દીકરણ અને જીએસટીની પ્રશંસા કરતા થાકતા નથી પણ ગુજરાતની જનતાનો અભિપ્રાય મોદીની પ્રશંસાને સમર્થન કરતો નથી તે આ સર્વેક્ષણમાં જોવા મળે છે.

 

 

ઇન્ડિયા ટુ ડે-એક્સિસ માઇ ઇન્ડિયાનું સર્વેક્ષણ કહે છે કે,

- 51 ટકા લોકો જીએસટીથી અસંતુષ્ટ છે

- 38 ટકા લોકો જીએસટીથી સંતુષ્ટ છે

- 11 ટકા લોકોએ જીએસટી વિશે અભિપ્રાય નથી આપ્યો

 નોટરદ્દીકરણથી લાભ થયો ?

- 44 ટકા લોકોએ કહ્યું હા

- 53 ટકા લોકોએ કહ્યું ના

- 3 ટકા લોકોએ અભિપ્રાય ન આપ્યો

મોદીએ નોટરદ્દીકરણ અને જીએસટીની બહુ વધુ પ્રશંસા કરી છે અને આ બન્ને પગલાને બહુ મહત્વના કહ્યા છે પણ લોકોના જીવન પર મોદીના આ બન્ને પગલાની અસર શું થઇ છે તે તો આ સર્વેમાં નથી કહેવાયું પણ ચૂંટણી પરિણામો કહેશે.

 
 

Read Also

 
Related News