India / Business
વેપારીઓ અને ધંધાર્થીઓએ તેમનો GST નોંધણી નંબર અને નોંધણી પ્રમાણપત્ર ફરજિયાતપણે સાઇનબોર્ડ પર દર્શાવવા પડશે
01:56 PM on 11th July, 2017

સરકારે GST અમલી બનાવ્યો તે સાથે તેનું પાલન કરવા કડક પદ્ધતિ અને પ્રક્રિયા બનાવવામાં આવી છે.GSTથી મળતો લાભ ગ્રાહકોને આપવા સરકારે કડક સૂચના આપી છે.હવે સરકારે બીજી એક કડક સૂચના આપી છે કે,દરેક વેપારી અને ધંધાર્થીએ તેનો GST નોંધણી નંબર અને નોંધણીનું પ્રમાણપત્ર તેમના સાઇનબોર્ડ પર ફરજિયાતપણે દર્શાવવાનું રહેશે.

 

કંપોઝિશન યોજના હેઠળ કામ કરતા ડીલર્સે પણ તેમના સાઇનબોર્ડમાં ઉલ્લેખ કરવાનો રહેશે કે,તેઓકંપોઝિટ યોજનાનો ફાયદો મેળવી રહ્યા છે અને લોકો પાસેથી ટેક્સ લેવાને પાત્ર નથી.

આ પાલન કાનૂની જરૂરિયાત છે જેથી લોકોને એ વાતનો ખ્યાલ રહે કે,તેઓ જેની પાસેથી વસ્તુ ખરીદ કરી રહ્યા છે તે વેપારી ગ્રાહક પાસેથી ટેક્સ લેવાને પાત્ર છે કે નહીં ?

 
 

Read Also

 
Related News