India / gujarath
આજકલ તો વરસાદ ચલ રહા હૈ...ગુજરાતની ધરતીને ધરવતો વરસાદ...રાજ્યભરમાં વ્યાપક વરસાદ...અધુરા જળાશયો છલકાયા, ખાલી હતા તે ભરાયા
06:10 PM on 30th August, 2017

આ વર્ષે ચોમાસુ 100 ટકા કે સોળ આની છે.ગુજરાતમાં વરસાદે અઠ્ઠે દ્વારકા કરી છે.થોડા દિવસનો વિરામ લઇ લે છે પણ ફરી લાવ લશ્કર સાથે આવીને ખાબકે છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતની ચારે દિશાએ વરસાદ ત્રાટકી રહ્યો છે.ઉત્તર,દક્ષિણ,પૂર્વ,પશ્ચિમ ગુજરાતમાં વરસાદ જ વરસાદ છે...

આજે રાજ્યના અનેક શહેરોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના વરસાદી આંકડા પર નજર કરીએ તો, દ્વારકાના ખંભાળીયામાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે.દ્વારકાના કલ્યાણપુરમાં 5.1 ઈંચ.

 

રાજકોટના ઉપલેટામાં 2.9 ઈંચ અને ધોરાજીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.ગીર સોમનાથના કોડીનારમાં 2.9 ઈંચ અને સુત્રાપાડામાં 2.6 ઈંચ વરસાદ વરસ્યો છે.વિસાવદરમાં 3 ઈંચ ,જામનગરના લાલપુરમાં 2.9 ઈંચ,કુતિયાણામાં 2.3 ઈંચ વરસાદ વરસ્યો છે.

કચ્છના અંજારમાં 4.3 ઈંચ વરસાદ, અબડાસામાં 2.8 ઈંચ અને મુંદ્રામાં 2.6 ઈંચ વરસાદ નોંધાયો છે.વલસાડના કપરાડામાં 2.4 ઈંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, જામજોધપુરમાં પોણા ચાર ઈંચ,  લાલપુરમાં 3 ઈંચ, જામનગરમાં સવા બે ઈંચ, કાલાવડમાં સવા બે ઈંચ, જોડિયામાં પોણા બે ઈંચ, ધ્રોલમાં સવા એક ઈંચ,દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં ખંભાળિયામાં  6 ઈંચ,  કલ્યાણપુરમાં 5 ઈંચ, ભાણવડ બે ઈંચ અને દ્વારકા 2 ઈંચ,બોટાદમાં 4 ઈંચ,રાણપુરમાં ત્રણ ઈંચ અને બરવાળા તેમજ ગઢડામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે..

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લાના  ડેમ ઓવરફ્લો છલકાયા છે.ઉમિયાસાગર ડેમ છલકાતા ડેમના 10 દરવાજા 2 ફૂટ ખોલાયા છે.ઉંડ-1 ડેમ ઓવરફલો થતાં 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.જેના કારણે ધ્રોલ-જોડિયા તાલુકાના ૨૪ જેટલા ગામોને સાવચેત કરાયા છે..

પોરબંદરનો વર્તુ-2 ડેમ 90 ટકા ભરાયો છે તેથી પોરબંદર જિલ્લાના 8 અને દેવભૂમિ દ્વારકાના 6 ગામોને એલર્ટ કરાયા છે.પોરબંદરમાં ભારે વરસાદના કારણે તોફાને ચઢેલા દરિયામાં પાંચ બોટો તણાઇ છે.એક માછીમાર લાપતા થયો છે.એકની હાલત ગંભીર છે.બરડા પંથકમાં પણ ભારે વરસાદના કારણે સોરઠી ડેમ 3 ફૂટ ઓવરફ્લો થયો છે.

 

 

દ્વારકાની 1747 બોટ હજૂ અરબી સમુદ્રમાં અટવાઈ છે.દ્વારકાની 1918 બોટમાંથી 171 બોટ પરત ફરી છે જ્યારે 1747 બોટ હજૂ અરબી સમુદ્રમાં છે.ધોધમાર વરસાદને પગલે ઓખા ફિશરીઝ વિભાગે તમામ માછીમારોને કિનારાના વિસ્તાર પર આવી જવા સૂચના આપી છે અને 24 કલાક દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે..

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત કોટડા સાંગાણીમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.ગોંડલના વેરી તળાવ, આશાપુરા ડેમ, સેતુબંધ ડેમમાં નવા પાણીની આવક થઇ છે.ગોંડલના અક્ષરઘાટની ચારે તરફ પાણી ફરી વળ્યા હતા.ગોંડલી નદીના બેઠીયા પુલ પર પાણીનો પ્રવાહ વધતા માર્ગ બંધ થઇ ગયો છે.  

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News