World / Politics
મારી મુક્તિ,મારી નિર્દોષતાનું પ્રમાણઃ કાશ્મીરની આઝાદી માટે પાકિસ્તાનમાંથી લોકોને ભેગા કરીશઃ હાફિઝ સઇદ
01:28 PM on 24th November, 2017

લગભગ 11 મહિનાની નજરકેદ પછી પંજાબપ્રાંતની કોર્ટના આદેશના પગલે મુક્ત કરવામાં આવેલા આતંકી આકા અને 26-11 મુંબઇ હુમલાના સૂત્રધાર હાફિઝ સઇદે કહ્યું છે કે,તેની મુક્તિ તેની નિર્દોષતાનું પ્રમાણપત્ર છે અને કાશ્મીરની આઝાદી માટે તે પાકિસ્તાનમાંથી લોકોને ભેગા કરશે.

 

 

નજરકેદમાંથી મુક્ત કરવામાં આવેલા હાપિઝ સઇદે તેના ગર બહાર તેના સમર્થકોને સંબોધતા કહ્યું કે,કાશ્મીર મામાલે મારો અવાજ દબાવવા મને 10 મહિના નજરકેદ રાખવામાં આવ્યો.તેણે કહ્યું કે,મને આનંદ છે કે,મારા વિરોધનો કોઇ આરોપ સાબિત ન થયો. ભારતે મારા વિરૂદ્ધ આધારવિનાના આરોપ કર્યા હતા.લાહોર હાઇક્રોટના સમીક્ષા બોર્ડના ચુકાદાએ સાબિત કરી આપ્યું છે કે,હું નિર્દોષ છું.ભારતના કહેવાથી અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ કર્યું હતું એને તેથી મને નજરકેદ કરવામાં આવ્યો હતો.

 
 

Read Also

 
Related News