India / sports
સારું, જઉં છું...ઉંઘવા... હવે...26 જાન્યુઆરીએ જાગીશ...તમારી દેશભક્તિ ! હરભજનસિંહનું ટ્વિટ !
02:17 PM on 18th August, 2017

15 ઓગસ્ટ ગઇ અને દેશના લોકોની દેશભક્તિ ઉંઘી ગઇ ? હવે 26 જાન્યુઆરીએ જ સીધી જાગશે ? ક્રિકેટર હરભજનસિંહે આવા જ અર્થનું ટ્વિટ કર્યું છે.

15 ઓગસ્ટ વિતી ગયાના બે દિવસ પછી એટલે કે,ગઇકાલે 17 ઓગસ્ટે હરભજનસિંહે ટ્વિટ કર્યું તેમાં લખ્યું કે,સારું,જઉં છું...ઉંઘવા...હવે...26 જાન્યુઆરીએ જાગીશ...તમારી દેશભક્તિ !

 

હરભજનસિંહ તેના આ ટ્વિટ દ્વારા લોકોને કદાચ એ કહેવા માગે છે કે,દેશભક્તિ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ જાગતી કે જગાડવામાં આવતી ભાવના નથી.દરેક ક્ષણે,24 કલાક અને 365 દિવસ રહેનારી ભાવના છે દેશભક્તિ.15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ખરીદીને વાહન કે ઘર કે ઓફિસમાં લગાવીને પછી બીજા જ દિવસથી દેશને ભૂલી જવો તે દેશભક્તિ નથી.દેશભક્તિને ઉંઘવા ન દો..શિથિલ ન પડવા દો...હંમેશા જાગતી રાખો...!

 
 

Read Also

 
Related News