India / sports
વિરાટ કોહલીને સ્વીપર કહેનાર ઓસ્ટ્રોલિયાના સ્પોર્ટસ જર્નાલિસ્ટનો હરભજને ઉધડો લીધો
05:00 PM on 16th September, 2017

ઓસ્ટ્રેલિયાના એક સ્પોર્ટસ જર્નાલિસ્ટે વિરાટ કોહલીને સ્વીપર કહેતા હરભજનસિંહનો પિત્તો ગયો અને પેલા સ્પોર્ટસ જર્નાલિસ્ટની સરખામણી કુતરા સાથે કરી અને વિરાટને હાથી કહ્યો.

બન્યું એવું કે,ઓસ્ટ્રેલિયાના એક સ્પોર્ટસ જર્નાલિસ્ટ ડેનિસ ફ્રીડમેને 12 સપ્ટેમ્બરે વિરાટનો એક ફોટો ટ્વિટર પર મૂક્યો હતો. સ્વચ્છતા અભિયાન હેઠળ કોઇ જગ્યાએ ઝાડૂ મારતા વિરાટનો ફોટો ટ્વિટર પર મૂકી ડેનિસ ફ્રીડમેને લખ્યું હતું કે,સ્વીપર વર્લ્ડ ઇલેવન અને પાકિસ્તાનના મેચ પહેલાં લાહોરના સ્ટેડિયમમાં ઝાડૂ મારી રહ્યા છે.ડેનિસ ફ્રીડમેનનું આ ટ્વિટ બહુ વાયરલ થઇ હતી.

 

ડેનિસ ફ્રીડમેનના આ ટ્વિટથી હરભજનસિંહનો પિત્તો ગયો અને કહ્યું કે,આવી કોમેન્ટ કરતા પત્રકાર માટે શરમ આવે છે.આ માણસની આ મૂર્ખતા છે કે વિરાટ કોહલી વિશે આવું લખી રહ્યો છે.હું તો કું છું કે,અન્ય કોઇ વિશે પણ તેમે આવું ન લખવું જોઇએ.

કોહલીએ આવા મૂર્ખને જવાબ આપવાની જરૂર નથી જે કુતરાની જેમ ભસે છે.જ્યારે એક હાથી ચાલતો હોય ત્યારે કુતરા ભસે જ છે.વિરાટ કોહલી હાથી છે અને તેણે આ મામલે કોઇ ટિપ્પણી ન કરવી જોઇએ કારણ કે,દરેક વ્યક્તિ વિરાટ ન બની શકે.

 
 

Read Also

 
Related News