India / gujarath
હાર્દિક પટેલે NCP નેતા પ્રફુલ્લ પટેલ સાથે મુલાકાત કરી ? હાર્દિક દશાહીન-દિશાહીન છે ? પાટીદારોમાં તેનું સ્થાન જ નથી રહ્યું ? તે સાવ જ એકલો છે ? ઉદ્ધવ ઠાકરેએ હાર્દિકને શું કહેલો યાદ છે કોઇને ?
01:22 PM on 02nd November, 2017

હાર્દિક પટેલનું હજુ ઠેકાણું નથી પડ્યું. અલ્પેશ ઠાકોરે ઠેકાણું પાડી લીધું અને જિગ્વેશ મેવાણી તેની રીતે ગોઠવણ કરી રહ્યો છે.હાર્દિક કદાચ નિર્ણય નથી લઇ શકતો અથવા તો તેને લાગે છે કે,તે જે છે તે પ્રમાણે તેને મળી નથી રહ્યું અથવા તો પાટીદારોમાં જ પડેલા ભાગલા અને હાર્દિક પાસે માગવામાં આવી રહેલો હિસાબ તથા પાટીદાર સમાજનું નહીં તેનું અંગત આંદોલન હોવાના શરૂ થએલા આક્ષેપો..જે કંઇ હોય તે પણ હાર્દિક કિનારો સોધી રહ્યો છે.જેમાં નવું ડેવલપમેન્ટ NCP નેતા પ્રફુલ્લ પટેલ સાથેની કથિત મુલાકાત છે.

રાજકીય બજારમાં સમાચાર છે કે,હાર્દિકે હાલમાં જ NCP નેતા પ્રફુલ્લ પટેલ સાતે મુલાકાત કરી છે.જો આ વાત સાચી હોય અને ખરેખર હાર્દિક પ્રફુલ્લ પટેલને મળ્યો હોય તો તેના રાજકીય અર્થો અને શકયતાઓ શું હોય શકે તે વિશે તર્ક અને અનુમાન કરી શકાય.

પ્રફુલ્લ પટેલે તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મદદ કરી હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં NCP કોને સમર્થન કરશે અથવા કોનું સમર્થન નહીં કરે અથવા તો તેમના ઉમેદવારો ઉભા કરશે કે કેમ તે વિશે NCP અધ્યક્ષ શરદ પવારે કશું કહ્યું નથી.

તો સવાલ એ છે કે,હાર્દિક અને પ્રફુલ્લ પટેલ શા માટે મળ્યા ? 

- હાર્દિક ઇચ્છે છે કે,NCP ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કરે ? 

- NCP ઉમેદવારો ઉભા કરે તો તે ટેકો આપશે તેવું કહેવા ગયો હતો ? 

- પણ તેથી શું મત તો કોંગ્રેસ અને ભાજપ બન્નેના તૂટે

- હાર્દિકને જોઇએ છે તે તો મળે જ નહીં,પાટીદારોને અનામત

- વાયા NCP હાર્દિક ભાજપને મદદ કરવા ઇચ્છે છે ? 

- વાયા NCP હાર્દિક કોંગ્રેસને નુકસાન કરવા ઇચ્છે છે ? 

- પ્રફુલ્લ પટેલે કંઇ કહેવા,કંઇ આપવા હાર્દિકને બોલાવ્યો હશે ? 

- પ્રફુલ્લ પટેલે કોના તરફથી હાર્દિક સાથે વાત કરી હશે ? 

પાટીદારોને અનામત મુદ્દે સ્ટેન્ડ સ્પષ્ટ કરવાનું કોંગ્રેસને આખરીનામું આપનાર હાર્દિકને લાગે છે કે,કોંગ્રેસ પણ ભાજપની જેમ તેને ગાજર જ બતાવશે ? 

 

 

અહીં એ વાત પણ યાદ કરવાની જરૂર છે કે,હાર્દિકને જ્યારે ગુજરાતમાંથી હદપાર કરવામાં આવ્યો ત્યારે તે મુંબઇ જઇ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને મળ્યો હતો અને તે સમયે ઉદ્ધવે હાર્દિકને શિવસેનાનો ગુજરાતનો મુખ્યમંત્રી પદનો ઉમેદવાર હાર્દિકને ઘોષિત કરેલો.

ગુજરાતની ચૂંટણી જાહેર થઇ ગઇ,મતદાનની તારીખ પણ નજીક આવી રહી છે પણ શિવસેનાનો તો કોઇ પત્તો જ નથી ગુજરાતમાં. નથી હાર્દિક ઉદ્ધવને મળવા મુંબઇ જતો.તો ઉદ્ધવના પેલા વચનનું અને હાર્દિકને સમર્થનનું શું,માત્ર વાતોના વડા જ હતા ? 

લાગે છે કે,કાં તો હાર્દિકમાં બૌદ્ધકિ ક્ષમતા નથી અથવા નિર્ણય લેવાની ક્ષમતા નથી અથવા તો ક્યાં મોટો લાડવો મળશે તેની લાલચમાં બધું ગુમાવી રહ્યો છે અથવા તો હવે ખરેખર પાટીદારોમાં તેનું કોઇ સ્થાન જ નથી અને તે એકલો જ છે...!

 
 

Read Also

 
Related News