India / gujarath
અક્ષરધામ,ખોડલધામમાં સેવા કર્યાનું કહેતા મોદી એકવાર એમ પણ કહે કે,તેમણે ખેતી પણ કરી છેઃ હાર્દિક પટેલ
01:31 PM on 03rd November, 2017

હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચે સમાધાન-સમજૂતી થઇ રહી છે.હાર્દિકે કહ્યું છે કે,ચાર મુદ્દા પર સહમતી થઇ ગઇ છે.દેશદ્રોહના કેસ સંબંધે સુરત કોર્ટમાં હાજર થવા આવેલા હાર્દિકે કહ્યું કે,વડાપ્રધાન મોદી એકવાર એમ પણ કહે કે,તેમણે ખેતી પણ કરી છે તો ખેડૂતોને આનંદ થશે.

સુરતમાં મીડિયા સાથે વાત કરતાં હાર્દિકે કહ્યું કે,ચાર મુદ્દે વાતચીત થઇ ગઇ છે.હવે અનામતના મુદ્દે 6થી7 તારીખ સુધીમાં સ્પષ્ટ થઇ જશે.ઓબીસી યાદીમાં જોડવું કે ઓબીસી કવોટા વધારવો તે અંગે વાત ચાલી રહી છે.કુદરતની મરજી છે અને આજે રાહુલ પણઅહીં છે અને હું પણ અહીં છું.તેણે કહ્યું કે,અમારી લડાઇ બંધારણીય લડાઇ છે.સમાજનો અને ગુજરાતનો ફાયદો હોય તેમાં કોઇ સમાધાન કરવામાં નહીં આવે.

 

 

હાર્દિકે કહ્યું કે,ગઇકાલે વડાપ્રધાન મોદીએ ગાંધીનગર અક્ષરધામ મંદિરની મુલાકાત દરમિયાન કહ્યું કે,તેમણે અક્ષરધામ મંદિર અને ઉંઝા ખોડલધામમાં સેવા કરી છે.તેઓ એકવાક એવું પણ કહે કે,તેમણે ખેતી કરી છે તો ખેડૂતોને બહુ આનંદ થશે.

 
 

Read Also

 
Related News