India / sports
અણીના સમયે સારા બેટ્સમેન સાબિત થતાં બૉલર હાર્દિક પંડ્યાને ટેસ્ટ કેપ
01:03 PM on 26th July, 2017

ભારતની ક્રિકેટ ટીમનો સદસ્ય હાર્દિક પંડ્યા છે તો બૉલર પણ ટીમને જ્યારે રનની જરૂર હોય ત્યારે રન પણ કરી બતાવે છે.ફટકાબાજી પણ કરે છે.હાર્દિકની આ વિશેષતા અને જરૂર હોય ત્યારે ટીમનો આધાર બની રહેવાની આવડતની કદર કરી તેને ટેસ્ટ કેપ આપવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે,ઇંગ્લેન્ડમાં હાલમાં રમાએલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર્દિકે 43 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારી 76 રન બનાવ્યા હતા.

 

હાર્દિકે આજે બુધવારે શ્રીલંકા વિરુદ્ધની  ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિકને ટેસ્ટ કેપ આપી હતી.ભારત તરફથી ટેસ્ટ રમનાર 289મો ખેલાડી બન્યો છે હાર્દિક પંડ્યા.

હાર્દિકને ટેસ્ટ ખેલાડી બનાવવાનો કોહલીએ સંકેત તો આપેલો જ હતો.કોહલીએ કહ્યું હતું કે,ટીમમાં પંડ્યાની હાજરી ઇચ્છિત સંતુલન આપે છે.આ ઓલરાઉન્ડર 140 કિલોમીટરની ગતિએ બોલિંગ કરે છે અને નીચેના ક્રમે બેટિંગ કરવા પણ સક્ષમ છે.

 
 

Read Also

 
Related News