India / sports
આ મારી બહેન છેઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા
05:13 PM on 03rd October, 2017

વડોદરાના ક્રિકેટર અને આજકાલ ટીમ ઇન્ડિયાના સ્ટાર બની ગએલા હાર્દિક પંડયાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.લોકો જાત જાતના તર્ક કરતા હતા,આ ફોટામાં જે યુવતી છે તેના વિશે.

એક વેબસાઇટે હાર્દિકનો એક ફોટો ટ્વિટર પર મૂક્યો હતો જેમાં હાર્દિક સાથે એક યુવતી છે.આ ફોટો તરત વાઇરલ થયો અને 3200 લોકોએ ફોટાને રિ-ટ્વિટ પણ કર્યો.

 

અગાઉ હાર્દિક અને અભિનેત્રી પરિણીતી ચોપરા વિશે અફવા ઉડી હતી અને હેવ આ ફોટામાં હાર્દિક સાથે અન્ય યુવતી દેખાતા લોકોએ અનુમાનો કરવાનું શરૂ કરી દીધું અને તે યુવતીને મિસ્ટરી ગર્લ કહેવાનું અને કોણ છે તે જાણવાનું શરૂ કર્યું. વાત આગળ વધે અને કોઇ કશું અભદ્ર કે અણછાજતું લખે તે પહેલાં હાર્દિકે ટ્વિટ કરી સ્પષ્ટ કરી દીધું કે,તેની સાથેની યુવતી કોણ છે.

હાર્દિકે 6 શબ્દ જ લખ્યા...મિસ્ટરી સોલ્વ્ડ,ધેટ ઇઝ માય સિસ્ટર.હાર્દિક સાથે ફોટામાંની યુવતી તેની બહેન છે.

 
 

Read Also

 
Related News