'પદ્માવતી' અને ભણસાળીના સમર્થનમાં IFTDA અને અન્ય સંગઠનો મળી 15 મિનિટનો અંધારપટ રાખશે !
સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'પદ્માવતી'નો દેશભરમાં ભયંકર ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.ફિલ્મ રજૂ થશે કે કેમ તે સવાલ છે. ઇન્ડિયન ફિલ્મ એન્ડ ડાયરેકટર્સ એસોસિએશન 'પદ્માવતી' અને સંજય લીલા ભણસાળીના સમર્થનમાં આવ્યું છે.આ સંગઠન અને ફિલ્મ તથા ટેલિવિઝન સાથે સંબંધિત અન્ય 20 એકમો મળી 15 મિનિટનો અંધારપટ રાખવા વિચારી રહ્યા છે.
ઇન્ડિયન ફિલ્મ એન્ડ ડાયરેકટર્સ એસોસિએશનના અશોક પંડિતે આ બાબતની પુષ્ટિ કરતાં કહ્યું કે,વ્યક્તિગત રચનાત્મકતા અને અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષા માટે 15 મિનિટના અંધાપરટ અંગે વિચારવામાં આવી રહયું છે.તેમણે કહ્યું કે,અમે 'પદ્માવતી' અને ભણસાળીને સમર્થન આપવાનું ચાલુ રાખીશું કારણ કે,એક રતનાત્મક વ્યક્તિનો એ મૂળભૂત અધિકાર છે કે,તે તેની રીતે વાર્તા કહે.

સંજય એક જવાબદાર ફિલ્મકાર છે.ફિલ્મને અમારું સમર્થન દર્શાવવા અમે રવિવારે મુંબઇમાં ભાગ થશું અને બધા શૂટિંગના લાઇટો 15 મિનિટ માટે બંધ કરી દેશું
ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના લોકો રવિવારે બપોર પછી 3.30 કલાકે ફિલ્મ સિટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ભેગા થશે અને હું આઝાદ છું શીર્ષક હેઠળના આ અંધારપટ વિરોધ કાર્યક્રમમાં જોડાશે.