India / sports
ઇન્ડિયન પ્રીમિયર લીગ પ્રસારણના પાંચ વર્ષના અધિકાર સ્ટાર ઇન્ડિયાએ ખરીદ્યા... 16,347.50 કરોડ રૂપિયામાં...તો કમાશે કેટલા વિચાર કરો !
03:55 PM on 04th September, 2017

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મેચીઝના પ્રસારણના આગામી પાંચ વર્ષના અધિકાર અંતે સ્ટાર ઇન્ડિયાએ ખરીદ્યા છે અને તે માટે અધધધ પૈસા આપ્યા છે...16,347.50 કરોડ રૂપિયા.હવે વર્ષ 2018થી2022 સુધી સ્ટાર ઇન્ડિયા IPL મેચીઝનું પ્રસારણ કરશે.ઉલ્લેખનિય છે કે,સ્ટાર ઇન્ડિયાએ સોની ટીવીને પાછળ રાખી દીધું છે.આ પહેલા સોની ચેનલ પાસે આ અધિકાર હતો.

 

સ્ટાર ઇન્ડિયાના ચેરમેન ઉદય શંકરે કહ્યું કે,અમારું માનવું છે કે,IPL એક શક્તિશાળી સંપત્તિ છે અને અમે એ પણ જાણીએ છીએ કે,ડિજિટલ અને ટીવીના સ્તરે આ ટુર્નામેન્ટના મૂલ્યને પ્રશંસકો વચ્ચે વધુ સારી રીતે વધારી શકાય છે.આ અધિકારો મેળવ્યા પછી અમે દેશમાં આ રમત માટે વધુ પ્રતિબદ્ધ રહીશું.

સોની ચેનલે 2009માં 1.63 અબજ રૂપિયામાં નવ વર્ષ માટે IPL પ્રાસરણના અધિકાર વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપ પાસેથી ખરીદ્યા હતા.વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપે ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડ પાસેથી 10 વર્ષ માટે અધિકાર મેળવ્યા હતા.


 
 

Read Also

 
Related News